શોધખોળ કરો
Advertisement
Union Budget 2022: બજેટમાં વિદેશ જતાં લોકો માટે શું થઈ મોટી જાહેરાત ?
Budget 2022: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પાકના મૂલ્યાંકન માટે ખેડૂત ડ્રોનનો ઉપયોગ, જમીનના રેકોર્ડનું ડિજિટાઈઝેશન, જંતુનાશકોના છંટકાવ અને પોષક તત્વોને પ્રોત્સાહન આપવામાં આવશે.
Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે, તેઓ સતત ચોથી વખત નિર્મલા દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં વિદેશ જતાં લોકોને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2022-23થી જ ચિપ ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવશે.
Issuance of E-passports will be rolled out in 2022-23 to enhance convenience for citizens: Finance Minister Nirmala Sitharaman #Budget2022 pic.twitter.com/4YIIZFc6dP
— ANI (@ANI) February 1, 2022
બજેટમાં બીજી શું થઈ જાહેરાતો
- ટૂંક સમયમાં LICમાં IPO લાવશે. તેની પ્રક્રિયા આ નાણાકીય વર્ષમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે એલઆઈસીના આઈપીઓની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.
- નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પાકના મૂલ્યાંકન માટે ખેડૂત ડ્રોનનો ઉપયોગ, જમીનના રેકોર્ડનું ડિજિટાઈઝેશન, જંતુનાશકોના છંટકાવ અને પોષક તત્વોને પ્રોત્સાહન આપવામાં આવશે.
- કોરોનાના સમયમાં શિક્ષણનું ઘણું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે એક વર્ગ I ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.
- 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે. તેમના માટે 48,000 કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બજેટથી યુવાનોને ઘણો ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 60 લાખ યુવાનો માટે નોકરીની તકો ઉભી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement