શોધખોળ કરો

ખેડૂતો માટે ખુશીના સમાચારઃ સૌરાષ્ટ્રમાં કપાસના રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા, જાણો મોટા સમાચાર

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા હતા. સૌરાષ્ટ્રના જેતપુર માર્કેટયાર્ડમાં ઊંચા ભાવ બોલાયા. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટી.

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કપાસના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા હતા. સૌરાષ્ટ્રના જેતપુર માર્કેટયાર્ડમાં ઊંચા ભાવ બોલાયા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટી. ચાલુ વર્ષે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કપાસના ભાવ આસમાને. ઓછા ઉત્પાદનના કારણે કપાસના ભાવ સતત વધી રહ્યા છે. ગત વર્ષ કરતા કપાસના ભાવ ત્રણ ગણા વધ્યા. સૌરાષ્ટ્રના ખેડૂતોમાં એક જ ચર્ચા કપાસના ભાવ ક્યાં પહોંચશે. ચાલુ વર્ષે પણ કપાસનું મોટાપ્રમાણમાં વાવેતર થવાની શક્યતા.

આ પહેલા 14મી તારીખે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા. મળતી જાણકારી અનુસાર,  રાજકોટ યાર્ડમાં કપાસના મણ 2350 થી 2750 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. કપાસના ઉંચા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા.  યાર્ડમાં સાત હજાર 500 મણ કપાસની આવક થઇ હતી. ચાલુ વર્ષે કપાસનું ઓછું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે

WPI Inflation: એપ્રિલ મહિનામાં ફુગાવો ફરી વધ્યો છે. એપ્રિલ 2022ના મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર ( WPI based Inflation) 15 ટકાને વટાવી ગયો છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 15.08 ટકા રહ્યો છે, જ્યારે માર્ચમાં તે 14.55 ટકા હતો. ફેબ્રુઆરી 2022 માં, જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર 13.11 ટકા હતો. છેલ્લા પાંચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો આ સર્વોચ્ચ સ્તર છે. જાન્યુઆરી 2022માં ફુગાવાનો દર 12.96 ટકા હતો. ફુગાવાનો દર એક વર્ષથી વધુ સમયથી સતત ડબલ આંકડામાં છે. માર્ચ 2021માં જથ્થાબંધ ફુગાવો 7.89 ટકા હતો.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચ 2022 મહિનામાં ફુગાવાના દરનું મુખ્ય કારણ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓની કિંમતોમાં વધારો છે, જે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે ઊભી થઈ છે.

છૂટક ફુગાવો 8 વર્ષની ટોચે

અગાઉ, ખાદ્ય ચીજવસ્તુઓમાંથી તેલની કિંમતોમાં વધારો થવાને કારણે છૂટક ફુગાવો 8 વર્ષની ટોચે પહોંચી ગયો છે. સરકારી ડેટા અનુસાર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને 7.79% થયો હતો. મે 2014માં ફુગાવો 8.32% હતો.

ફુગાવો કેવી રીતે માપવામાં આવે છે?

ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજો જથ્થાબંધ ફુગાવો. છૂટક ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ઓફર કરવામાં આવતી કિંમતો પર આધારિત છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે. જ્યારે, જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) એ કિંમતોનો ઉલ્લેખ કરે છે જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે. આ કિંમતો જથ્થાબંધ સોદા સાથે જોડાયેલી છે.

બંને પ્રકારના ફુગાવાને માપવા માટે વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જથ્થાબંધ ફુગાવામાં ઉત્પાદિત ઉત્પાદનોનો હિસ્સો 63.75%, ખોરાક જેવા પ્રાથમિક વસ્તુઓનો 20.02% અને બળતણ અને શક્તિ 14.23% છે. તે જ સમયે, છૂટક ફુગાવામાં ખાદ્યપદાર્થો અને ઉત્પાદનોનો હિસ્સો 45.86%, આવાસ 10.07%, કપડાં 6.53% અને બળતણ સહિતની અન્ય વસ્તુઓનો પણ ફાળો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
IBPS RRB Recruitment 2024: બેન્કમાં 9000થી વધુ ઓફિસરોના પદ માટે અરજીની વધુ એક તક, અંતિમ તારીખ લંબાવાઇ
IBPS RRB Recruitment 2024: બેન્કમાં 9000થી વધુ ઓફિસરોના પદ માટે અરજીની વધુ એક તક, અંતિમ તારીખ લંબાવાઇ
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Embed widget