e shram scheme: તમામ ખેડૂતોને નહીં મળે ઈ-શ્રમ યોજનાનો લાભ, માત્ર આવા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે પૈસા
Agriculture News: જે ખેડૂતો મજૂરીનું કામ કરે છે અથવા જેમની પાસે ખેતીની જમીન નથી તેમને આ યોજનાનો લાભ મળશે.
e shram scheme: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ગત વર્ષે ઓગસ્ટમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો રેકોર્ડ રાખવા અને સરકારી યોજનાનો લાભ પહોંચાડવા ઈ-શ્રમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 25 કરોડથી વધારે શ્રમિકો રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.
ઈ શ્રમ યોજના અંતર્ગત આ પોર્ટલ પર નોંધણી કરાવનારા અસંગઠિત ક્ષેત્રના મજૂરોને બે લાખ રૂપિયાનો મફત વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર દેશના કરોડો ખેડૂતોની પણ મદદ કરશે. જેમાં એવા ખેડૂતો પણ છે, જે આ યોજનાનો લાભ નહીં લઈ શકે.
એક હિન્દી અખબારના રિપોર્ટ પ્રમાણે, શ્રમ અને રોજગાર મંત્રાલય મુજબ આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા દેશના કરોડો શ્રમિકો જેવાકે પ્રવાસી મજૂર, દાડિયા, કૃષિ મજૂરને સરકારી યોજનાનો લાભ મળી શકશે. આ ઉપરાંત જે ખેડૂતો મજૂરીનું કામ કરે છે અથવા જેમની પાસે ખેતીની જમીન નથી તેમને આ યોજનાનો લાભ મળશે.
તેનો મતલબ છે કે ઈ શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેન કરાવનારા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં. ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ઈ શ્રમ યોજના અંતર્ગત રાજ્યના શ્રમિકોને પ્રતિ મહિને 500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. યુપી સરકારે ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ શ્રમિકોને બે મહિને 1000 રૂપિયા તેમના ખાતામાં મોકલ્યા છે. જોકે સરકારી પેંશન યોજના કે પીએમ કિસાન યોજનાનો લાભ ઉઠાવી રહેલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકશે નહીં.
આ રીતે ઈ-શ્રમ પોર્ટલ પર કરાવો નોંધણી
- તમને જણાવી દઈએ કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
- નોંધણી કરવા માટે, સૌ પ્રથમ, ઇ-શ્રમ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ, eshram.gov.in પર ક્લિક કરો.
- આ પછી તમે e-SHRAM પર રજિસ્ટરની લિંક પર ક્લિક કરો.
- આ પછી, તમે અહીં તમારો આધાર લિંક્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
- આ પછી, છેલ્લે કેપ્ચા દાખલ કરો.
- આ પછી, Otp મોકલો વિકલ્પ પર ક્લિક કરીને બધી માહિતી દાખલ કરો.
- આ પછી તમારી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે.