શોધખોળ કરો

Farming Technique: ખેડૂતો માટે ખુશખબર ! ગણતરીની મિનિટોમાં જ થઈ જશે અસલી-નકલી બિયારણની ઓળખ, અપનાવો આ રીત

Digital Kisan App: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં ખેડૂતોને ખરાબ અને નીચી ગુણવત્તાવાળા બિયારણના ઉપયોગને કારણે વધુ નુકસાન થાય છે.

Mobile App for Identification of Seeds: ખેતીને ભારતીય અર્થતંત્રનું જીવન કહેવામાં આવે છે, જ્યાં ખેડૂતો સખત મહેનત કરે છે અને ફળો, ફૂલો, શાકભાજી તથા અનાજ ઉગાડે છે. જે સમગ્ર ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, પરંતુ ધીમે ધીમે કૃષિનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ખેતીમાં જોખમો પણ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં ખેડૂતોને ખરાબ અને નીચી ગુણવત્તાવાળા બિયારણના ઉપયોગને કારણે વધુ નુકસાન થાય છે, જેના કારણે પાકમાં જીવાત-રોગની શક્યતા રહે છે, સાથે જ ઉત્પાદનની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે.

ઘણા ખેડૂતો અશિક્ષિત હોવાને કારણે અસલી અને નકલી બિયારણ વચ્ચેનો તફાવત પારખી શકતા નથી અને પરિણામે તેમને નુકસાન વેઠવું પડે છે. આ સમસ્યાનો ઉકેલ લઈને, ડિજિટલ કિસાન મોબાઈલ એપ (Digital Kisan, Haryana Mobile Application) લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા થોડીવારમાં અસલી-નકલી બિયારણને ઓળખી શકાય છે.

ડિજિટલ કિસાન એપ

ડિજિટલ કિસાન એપનું પૂરું નામ ડિજિટલ કિસાન હરિયાણા મોબાઈલ એપ્લિકેશન છે, જે ખેડૂતોને હવામાનની માહિતી, સફળતાની વાર્તાઓ, કૃષિ તકનીકો, નિષ્ણાતોના અભિપ્રાય, કૃષિ યોજનાઓ, અસલી અને નકલી બિયારણોની માહિતી આપે છે. આ એપ ખેડૂતોને માત્ર રૂટિન વર્ક કરવામાં જ મદદ કરે છે, પરંતુ થોડી મિનિટોમાં બિયારણ વિશેની માહિતી આપવાની તેની વિશેષતા અદ્ભુત છે, જે માત્ર 1 મિનિટમાં બિયારણની ગુણવત્તા અને ઉપજની સાથે ઉત્પાદક કંપનીની કુંડળી પણ ખોલી શકે છે.  

Farming Technique: ખેડૂતો માટે ખુશખબર ! ગણતરીની મિનિટોમાં જ થઈ જશે અસલી-નકલી બિયારણની ઓળખ, અપનાવો આ રીત

આ રીતે અસલી અને નકલી બીજની કરો ઓળખ

  • બીજ ઉત્પાદક કંપનીઓ બીજના પેકેટ પર QR કોડ લગાવે છે. આ QR કોડ સ્કેન કરીને ખેડૂતો બિયારણની ગુણવત્તા ચકાસી શકે છે. ડિજિટલ કિસાન, હરિયાણા એપ આ કામમાં ખેડૂતને મદદ કરે છે.
  • આ સુવિધા માટે પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી ડિજિટલ કિસાન, હરિયાણા એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
  • આ પછી ગુણવત્તા તપાસના વિકલ્પ પર ક્લિક કરો અને QR કોડ પસંદ કરો.
  • ડિજિટલ કિસાન એપના સ્કેનર વડે બીજના પેકેટ પર છપાયેલ QR કોડ સ્કેન કરો, ત્યારબાદ સ્ક્રીન પર બિયારણની ગુણવત્તાની વિગતો ખુલશે.
  • જે ખેડૂતો પાસે સ્માર્ટ ફોન નથી તેઓ પણ સાદા ફોન દ્વારા બિયારણની ગુણવત્તા ચકાસી શકે છે.
  • આ માટે, બીજના પેકેટ પર છપાયેલ બારકોડને નિર્દિષ્ટ નંબર પર SMS મોકલીને ચેક કરી શકાય છે.
  • જો પાકનું બિયારણ નકલી જણાશે તો બિયારણની દુકાન અથવા તે બિયારણ વેચનાર અને કંપની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
  • આટલું જ નહીં બિયારણ બનાવતી કંપનીઓ પેકેટ પર બારકોડ અને સ્કેન કોડ ન મૂકે તો પણ તેમને રોકી શકાય છે.

આ એપ માત્ર હરિયાણાના ખેડૂતો માટે જ છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી મહિતી કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને જાણકારી પર આધારિત છે. ABPLive.com કોઈપણ પ્રકારની જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષત્રની સલાહ લો.

આ પણ વાંચોઃ

Brinjal Cultivation: ઓછા સમયમાં બંપર નફો આપશે રિંગણની આ ત્રણ જાત, જાણો વધારે ઉત્પાદન લેવાની રીત

ટોપ સ્ટોરી

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
Embed widget