શોધખોળ કરો

રાજ્યમાં સતત બીજા દિવસે યુરિયાં ખાતર ન મળતા ખેડૂતોનો હોબાળો, કૃષિમંત્રીના તમામ દાવા પોકળ નીકળ્યા

ગુજરાતમા હાલ ખરીફ સીઝનનું વાવેતર ચાલી રહ્યું છે. આ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે.

Jamnagar News: રાજ્યમાં એકતરફ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવાઓ કરવામાં આવે છે. પણ કૃષિમંત્રીના આ દાવાથી વાસ્તવિકતા તદન વિપરીત છે. જામનગરમાં ખાતરનો પૂરતો જથ્થો ન મળતા સતત બીજા દિવસે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. ખેડૂતોના રોષ પારખી ગયેલા સંચાલકોએ પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી. પોલીસે આવી સ્થિતિ થાળે પાડી હતી.

લાલપુર બાયપાસ નજીક કૃષિ કેન્દ્રના સંચાલકોએ દાવો કર્યો કે એક જ ગાડી યુરિયા ખાતરનો જથ્થો આવ્યો છે. આ જથ્થો ખેડૂતોને સરખા હિસ્સે વહેંચવામાં આવે છે.

તો ત્રણ દિવસ પૂર્વે મોરબીમાં પણ ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. અહીં પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સવારે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતા પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળતો નથી.

ગુજરાતમા હાલ ખરીફ સીઝનનું વાવેતર ચાલી રહ્યું છે. આ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. આ પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવું. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી હતી. જોકે કૃષિ મંત્રીના આ દાવા કરતાં સ્થિતિ વિપરિત જણાઈ રહી છે.

રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા સૂચનાઓ આપી છે. રાજ્યમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી.

કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં હાજર છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
આકરી ગરમી વચ્ચે અચાનક હવામાનમાં પલટો, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક પડશે કરા, જાણો હવામાન વિભાગની આગાહી
આકરી ગરમી વચ્ચે અચાનક હવામાનમાં પલટો, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક પડશે કરા, જાણો હવામાન વિભાગની આગાહી
બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, પ્રથમ તસવીર અને વીડિયો આવ્યો સામે, જુઓ
બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, પ્રથમ તસવીર અને વીડિયો આવ્યો સામે, જુઓ
હવે આ બેંકોમાંથી 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન નહીં મળે, RBIએ આપી કડક સૂચના!
હવે આ બેંકોમાંથી 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન નહીં મળે, RBIએ આપી કડક સૂચના!
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

IFFCO | જીત બાદ જયેશ રાદડિયાએ લીધા દિલીપ સાંઘાણીના આશીર્વાદ, જુઓ વીડિયોCricket Satta Case | અમદાવાદ અને સુરતની 15 જેટલી આંગડિયા પેઢીઓ શંકાના દાયરામાં, જુઓ રિપોર્ટGujarat Weather Updates | ત્રણ દિવસ બાદ રાજ્યના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહીGujarat Updates | રાજ્યભરની આંગડિયા પેઢીઓમાં ફફડાટ, CIDએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
આકરી ગરમી વચ્ચે અચાનક હવામાનમાં પલટો, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક પડશે કરા, જાણો હવામાન વિભાગની આગાહી
આકરી ગરમી વચ્ચે અચાનક હવામાનમાં પલટો, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક પડશે કરા, જાણો હવામાન વિભાગની આગાહી
બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, પ્રથમ તસવીર અને વીડિયો આવ્યો સામે, જુઓ
બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, પ્રથમ તસવીર અને વીડિયો આવ્યો સામે, જુઓ
હવે આ બેંકોમાંથી 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન નહીં મળે, RBIએ આપી કડક સૂચના!
હવે આ બેંકોમાંથી 20,000 રૂપિયાથી વધુની રોકડ લોન નહીં મળે, RBIએ આપી કડક સૂચના!
શું એક સાથે માંદગીની રજા લેવા પર કંપની નોકરીમાંથી કાઢી શકે? જાણો શું છે નિયમો
શું એક સાથે માંદગીની રજા લેવા પર કંપની નોકરીમાંથી કાઢી શકે? જાણો શું છે નિયમો
યુપીએસસીએ NDA અને NA-1નું પરિણામ બહાર પાડ્યું, આ Direct Link થી કરો ચેક
યુપીએસસીએ NDA અને NA-1નું પરિણામ બહાર પાડ્યું, આ Direct Link થી કરો ચેક
Powergrid Jobs 2024: પાવરગ્રીડમાં નોકરી કરવાની શાનદાર તક, મળશે 120000 સુધીનો પગાર
Powergrid Jobs 2024: પાવરગ્રીડમાં નોકરી કરવાની શાનદાર તક, મળશે 120000 સુધીનો પગાર
Dehydrating Summer Drinks: ગરમીમાં આ પ્રકારના ડ્રિંક્સ પીતા હોય તો સાવધાન, થઈ જશે ડિહાઈડ્રેટની સમસ્યા
Dehydrating Summer Drinks: ગરમીમાં આ પ્રકારના ડ્રિંક્સ પીતા હોય તો સાવધાન, થઈ જશે ડિહાઈડ્રેટની સમસ્યા
Embed widget