Gujarat Agriculture News: ડુંગળી પકવતાં ખેડૂતો માટે પટેલ સરકારે શું કરી મોટી જાહેરાત ?
Gujarat Agriculture News: કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સમં કહ્યું 1 એપ્રિલ સુધીમાં જે ખેડૂતો એ ડુંગળી વેચી હશે તેને એક કિલોએ બે રૂપિયો સહાય મળશે.
Agriculture News: રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સમં કહ્યું 1 એપ્રિલ સુધીમાં જે ખેડૂતો એ ડુંગળી વેચી હશે તેને એક કિલોએ બે રૂપિયો સહાય મળશે. ડુંગળી પકવતાં ખેડૂતોને વધુમાં વધુ 50 હજાર સહાય મળી શકશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 100 કરોડની રકમ ફાળવવામાં આવી છે.
રાજ્ય સરકારે કેમ લીધો નિર્ણય
ચાલુ વર્ષે સૈરાષ્ટ્રમાં રવિ ઋતુમાં આશરે 88 હજારથી વધારે વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયુ છે. જે સામાન્ય વાવેતર વિસ્તાર કરતાં વધુ છે. જેના કારણે સૌરાષ્ટ્રની વિવિધ એપીએમસીમાં ડુંગળીના ભારે માત્રામાં આવક થવાના કારણે 1 એપ્રિલથી ભાવમાં ઘટાડો થયો છે. પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ધરતીપુત્રોને આર્થિક સહાય આપવા અનેક રજૂઆતો સરકારને મળી હતી. સરકારે ખેડૂતો પ્રત્યે સંવદેનશીલતા દાખવવા ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા આ નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ચણાની ક્યાં સુધી ટેકાના ભાવે કરાશે ખરીદી
આ ઉપરાંત તેમણે જણાવ્યું, કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ ચણાની ટેકાના ભાવે 4.65 લાખ મેટ્રીક ટનથી વધારીને 5.36 લાખ મેટ્રીક ટન ટેકાના ભાવે ખરીદી માટે મજૂરી આપી છે. 29 મે, 2022 સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે.
રાસાયણિક ખાતરને લઈ શું બોલ્યા મંત્રી
ખેડૂતોને રાસાયણિક ખાતરનો જથો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તૈયારી હોવાનું જણાવી તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર દ્વારા ખાતર પરની સબસિડી વધારવામાં આવી છે. અઢી ગણી સબસિડી કેન્દ્ર સરકારે વધારી છે.
આ પણ વાંચોઃ
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? જાણો લેટેસ્ટ અપડેટ
ટાટાની Avinya કારના નામનો શું થાય છે અર્થ ? 30 મિનિટમાં થશે ફૂલ ચાર્જ ને દોડશે 500 કિમી
Coronavirus: રાયગઢની હોસ્ટેલમાં 64 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત