શોધખોળ કરો

Gujarat Agriculture News: ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર

પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. બપોરના કલાકો દરમિયાનન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવી.

Gujarat Agriculture News: ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે.

શું છે એડવાઇઝરીમાં....

આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે, હીટવેવ દરમિયાન ખેતરમાં ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમા વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવાં માટે પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. પિયત માટે બની શકે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. બપોરના કલાકો દરમિયાનન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવી.

વધુમાં જણાવાયું છે કે, વાવણી કરેલ પાકોમાં આંતરખેડ તથા નિંદામણ કરવુ, આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના હોઈ તથા જમીનના પ્રત ધ્યાનમાં લઈ જરૂરીયાત મુજબ પિયત આપવુ. રોગ કે જિવાતનો ઉપદ્રવ જણાય તો, ખુલ્લા હવામાન દરમ્યાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલા લેવા. તાપમાનમાં વધારો થવાથી ભીંડામાં પાન કથિરીના નિયંત્રણ માટે ફેનાઝાક્વીન 10 ઇસી 10 મિલી અથવા સ્પાયરોમેસીફેન 22.9 એસ.સી. 8 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો.

Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર

આ ઉપરાંત તાપમાનમાં વધારો થવાથી રીંગણમાં પાન કથિરીના નિયંત્રણ માટે પ્રોપાર્ગાઇટ 57 ઇસી 20 મિલી અથવા ફેનાઝાક્વીન 10 ઇસી 10 મિલી અથવા ઇટોક્ષા સોઝેલ 10 એસ સી 8 મિલી અથવા સ્પાયરોમેસીફેન 22.9 એસ.સી. 8 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો. કેળા, દાડમ, લીંબુ, આંબાના બગીચામા યોગ્ય ભેજ જાળવવા તથા તાપની અસર ના થાય તે માટે સાંજ અથવા સવારના સમયે ટૂંકા અંતરે હળવું પિયત આપવું તથા પાક અવશેષોનું આવરણ કરવુ, તેમ વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચોઃ

પીએમ કિસાન યોજનાનો લાભ લેવા તમારી પાસે કટેલી જમીન હોવી જોઈએ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત

Voadfone Tariff Hike: હવે વોડાફોન પણ થયું મોંઘુ, પ્રિપેડ, પોસ્ટપેઇડ દરમાં ધરખમ વધારો, જાણો નવી કિંમત ક્યારેથી લાગૂ?

UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે

હોલોકોસ્ટ: યુનાઇટેડ નેશન્સે વિશ્વ યુદ્ધના અત્યાચારો અને AI પર શા માટે ચેતવણી આપી?
હોલોકોસ્ટ: યુનાઇટેડ નેશન્સે વિશ્વ યુદ્ધના અત્યાચારો અને AI પર શા માટે ચેતવણી આપી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Voadfone Tariff Hike: હવે વોડાફોન પણ થયું મોંઘુ, પ્રિપેડ, પોસ્ટપેઇડ દરમાં ધરખમ વધારો, જાણો નવી કિંમત ક્યારેથી લાગૂ?
Voadfone Tariff Hike: હવે વોડાફોન પણ થયું મોંઘુ, પ્રિપેડ, પોસ્ટપેઇડ દરમાં ધરખમ વધારો, જાણો નવી કિંમત ક્યારેથી લાગૂ?
UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
હોલોકોસ્ટ: યુનાઇટેડ નેશન્સે વિશ્વ યુદ્ધના અત્યાચારો અને AI પર શા માટે ચેતવણી આપી?
હોલોકોસ્ટ: યુનાઇટેડ નેશન્સે વિશ્વ યુદ્ધના અત્યાચારો અને AI પર શા માટે ચેતવણી આપી?
મોદી સરકારે પીએફના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 6 મહિનાથી ઓછી નોકરી કરનારાઓને પણ મળશે આ લાભ

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

Embed widget