શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Agriculture News: ખેડૂતોએ કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ શું સાવચેતી રાખવી જોઈએ? જાણો

બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

Gujarat Agriculture News: રાજ્યમાં થોડા સમયમાં જ ચોમાસું વાવેતરના શ્રીગણેશ થશે. આ દરમિયાન ખેડૂતોએ કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ શું સાવચેતી રાખવી જોઈએ તેને લઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ, લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેમની પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં

બિયારણ, રાસાયણિક ખાતરોની સાથે અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવે તો અહીં કરો સંપર્ક

બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે અન્ય ખાતરો ફરજીયાત અપાતા હોવાની બાબત ધ્યાને આવે તો અમદાવાદ જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવા અનુરોધ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં સંભવિત ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરૂ થાય તેમ છે. કપાસ પાકમાં પીયતની સગવડતા હોય તે ખેડૂતો આગોતરું વાવેતર કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે.

કોની પાસેથી ખરીદશો બિયારણ

બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપીંડીનો અવકાશ ન રહે.

અમદાવાદ જિલ્લામાં કપાસ પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જેથી સંભવિત જોખમ નિવારી શકાય છે.

આમ, બિયારણ અને ખાતરનું જરૂરિયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા વિનંતી છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સિવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો અમદાવાદ જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?

Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 

Assembly Election 2024 Result Live Updates:  મહારાષ્ટ્રમાં NDAને પ્રચંડ બહુમત, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન

Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન

ABP Premium

વિડિઓઝ

Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષVav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદનAmit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોનVav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Assembly Election 2024 Result Live Updates:  મહારાષ્ટ્રમાં NDAને પ્રચંડ બહુમત, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAને પ્રચંડ બહુમત, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Embed widget