શોધખોળ કરો

ખેડૂતો માટે ગુજરાત સરકારે 45,00,00,000 રૂપિયાની જોગવાઈ સાથે નવી યોજના અમલમાં મૂકી, જાણો શું ફાયદો થશે

નેનો બાયો ટેકનોલોજીથી વિકસાવેલું નેનો યુરીયા વિશ્વનું પ્રથમ પેટન્‍ટ અધારીત સ્વદેશી પ્રવાહી યુરીયા ખાતર છે. પાકને નાઇટ્રોજન તત્વ પૂરું પાડવામાં દાણાદાર યુરિયાની અવેજમાં પ્રવાહી યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ.

Gujarat Nano Urea Scheme: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ રાજ્યના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં પાક વાવેતર કર્યું છે. ખેડૂતો વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી આર્થિક રીતે સજ્જ થવા હાલ ખેતીમાં પોતાનો જીવ રેડી રહ્યા છે. પરંતુ રાજ્યના કેટલાક ખેડૂતો વધુ આવક મેળવવાની લાલચમાં રસાયણિક ખાતર અને પરંપરાગત દાણાદાર યુરીયા ખાતરોનો આડેધડ ઉપયોગ કરતા હોય છે, જે જમીનના સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણને પણ નુકશાન કરે છે.

રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની ૫૦૦ મિ.લી.ની એક બોટલ, ૪૫ કિ.ગ્રા. દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે. સાથે જ નેનો યુરીયાની કાર્યક્ષમતા પણ દાણાદાર યુરીયા કરતા ૯૦ ટકાથી વધારે છે. દાણાદાર યુરીયા ખેતરમાં નાખવામાં આવે છે ત્યારે, માત્ર ૨૦ થી ૩૦ ટકા ખાતરનો જ નાઈટ્રોજન સ્વરૂપમાં ઉપયોગ થાય છે. જ્યારે, બાકીનું યુરીયા ખાતરનો વ્યય થાય છે. ખાતરનો વ્યય અટકાવીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે નેનો યુરિયા શ્રેષ્ઠ વિકલ્પ છે.

કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરીયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેકટર વધુમાં વધુ રૂ. ૭૫૦ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે. વર્ષ ૨૦૨૪ ૨૫ દરમિયાન આ યોજના અંતર્ગત ૪૫ લાખ નેનો યુરીયાની બોટલ પર સહાય આપવામાં આવશે. નેનો યુરીયાના વપરાશને પ્રોત્સાહિત કરતી આ યોજના માટે અંદાજપત્રમાં રૂ. ૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રી રાઘવજી પટેલે રાજ્યના ખેડૂત મિત્રોને અનુરોધ કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે પણ તાજેતરમાં જ નેનો યુરીયા માટે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી પ્રોત્સાહક યોજનાની સરાહના કરીને મહત્તમ ખેડૂતો દાણાદાર યુરિયાની અવૈજમાં નેનો યુરીયાનો ઉપયોગ કરે તે માટે હિમાયત કરી હતી. ખેડૂતોને નેનો યુરિયા પોતાના નજીકના ખાતર ડેપો, સહકારી મંડળીઓ, એગ્રો બિઝનેસ સેન્ટર, ખાતરની દુકાન ખાતે સરળતાથી ઉપલબ્ધ થશે. યુરિયાની બોટલ નાની હોવાથી ખેડૂતો બજારમાં ખરીદી કરવા જાય ત્યારે, પોતાની સાથે થેલીમાં યુરીયાની બે પાંચ બોટલ સરળતાથી લઈ આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નેનો બાયો ટેકનોલોજીથી વિકસાવેલું નેનો યુરીયા વિશ્વનું પ્રથમ પેટન્‍ટ અધારીત સ્વદેશી પ્રવાહી યુરીયા ખાતર છે. પાકને નાઇટ્રોજન તત્વ પૂરું પાડવામાં દાણાદાર યુરિયાની અવેજમાં પ્રવાહી યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ છે. નેનો યુરીયાને સ્પ્રેપંપની મદદથી છોડ ઉપર યોગ્ય માત્રામાં ફોલીયર સ્પ્રે કરતા જમીનની પ્રત બગડતી અટકે છે, સાથે જ જમીન, હવા અને પાણીનું પ્રદુષણ પણ અટકે છે. આ ઉપરાંત નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજને પણ કોઈ અસર થતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget