શોધખોળ કરો

India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત

સરકાર તરફથી આ અંગે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભારત, પડોશી દેશો અને અન્ય નબળા દેશોમાં ખાદ્ય સુરક્ષા ખતરામાં છે.

India bans exports of Wheat: કેન્દ્રની મોદી સરકારે ઘઉંની નિકાસ પર શરતી પ્રતિબંધ લગાવી દીધો છે. બજારમાં ઘઉંની વધતી કિંમતને ધ્યાનમાં રાખી આ ફેંસલો લેવામાં આવ્યો છે. જોકે કેટલીક શરતો સાથે ઘઉંની નિકાસ ચાલુ રહેશે. સરકાર તરફથી આ અંગે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભારત, પડોશી દેશો  અને અન્ય નબળા દેશોમાં ખાદ્ય સુરક્ષા ખતરામાં છે.

સરકારે શું કહ્યું

 ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં ઓછું થવાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહિ એવા ઉદ્દેશથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. જોકે, તા. 13 મે સુધી કોઈને ઓર્ડર મળ્યા હશે અને તેની સામે લેટર ઓફ ક્રેડિટ હશે તો તેની નિકાસ કરવા દેવામાં આવશે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વિશ્વના ટોચના બે ઉત્પાદકોના ઘઉં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થયા નથી. આ સ્થિતિમાં ભારતના ઘઉંની માંગ વધી હતી અને ભારતે વિક્રમી માત્રામાં ઘઉંની નિકાસ કરી હતી. જોકે, નિકાસના કારણે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્યા હતા એટલે સરકારે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે 15 લાખ ટનની નિકાસ કરી છે અને જૂન સુધીમાં કુલ 45 લાખ ટન નિકાસ માટે સોદા થયા છે.

ભારતમાં કેટલા કરોડ ઘઉં ટન ઉત્પાદનનો અંદાજ છે

ભારતમાં અગાઉ 105 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ હતો પણ હવે 95 કરોડ ટન જ ઉત્પાદન થાય એવી જાહેરાત સરકારે કરી છે. સરકારે ગરીબ પરિવારને મફત ઘઉં આપવા માટે સ્કીમની મુદ્દત વધારી છે ત્યારે સ્ટોક ઘટી રહ્યો છે અને ઊંચા ભાવના કારણે બજારમાંથી ઘઉંની ખરીદી થઈ રહી નથી એટલે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત થઈ હોવાનું અનુમાન છે.

ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ કેટલો છે ?

ઘઉંની ખરીદીનો લઘુત્તમ ટેકાનો ભાવ 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટની જથ્થાબંધ મોંઘવારી એપ્રિલમાં વધીને 9.59 ટકા પહોંચી છે. જે માર્ચમાં 7.77 ટકા હતી. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં આશરે 55 ટકા ઘટાડો થયો છે. કારણકે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત એમએસપીથી વધારે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget