Lumpy Virus in Animals: સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર થયું દોડતું, જાણો શું છે લક્ષણો
Lumpy Virus in Animals: રાજકોટ શહેરમાં 5 જેટલા પશુમાં લમ્પી વાયસર જોવા મળ્યો છે. લમ્પી વાયરસ જોવા મળતા પશુ વિભાગ દોડતું થયું છે.
Lumpy Virus : પશુમાં જોવા મળતો લમ્પી વાયરસ રાજકોટમાં પણ જોવા મળ્યો છે.રાજકોટ શહેરમાં 5 જેટલા પશુમાં લમ્પી વાયસર જોવા મળ્યો છે. લમ્પી વાયરસ જોવા મળતા પશુ વિભાગ દોડતું થયું છે.રાજકોટ શહેરમાં પશુઓને આજથી વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં રાજકોટ શહેરમાં અંદાજે 20 હજાર પશુઓને વેકેશન આપવામાં આવશે.જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા આજથી વેકસીનેશન કામ શરૂ કરવામાં આવ્યું છે.લમ્પી વાઇરસ સામે રક્ષણ મેળવવવા માટે વેકસીનેશન જરૂરી છે. શહેરના કેવડાવાડી અને રૈયાધારમાં વાઇરસ જોવા મળ્યો છે.રાજકોટ ગ્રામ્ય બાદ શહેરમાં પણ લમ્પી વાઇરસના લક્ષણ જોવા મળે છે.લમ્પી વાઈરસને લઈને માલધારીઓ જાગૃત થયા છે. લમ્પીવાયરસ અટકે તે માટે માખી અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવો જોઈએ.
રોગના લક્ષણ
- રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે.
- જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
- મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
- રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબજ ઓછો 1 થી 2 ટકા છે.
મનુષ્યમાં નથી ફેલાતો આ રોગ
આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે.
રોગચાળાને અટકાવવા અને કાબૂમાં લેવાના પગલાં
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓનાં ઉપયોગથી માખી, મચ્છર અને ઇતરડી નો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ પશુ લાવવું નહી. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.