શોધખોળ કરો

ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો

અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુરિયા-DAP સિવાયના ખાતરમાં ₹800નો વધારો.
  • NPK ખાતરની બેગ ₹1450 થી ₹2250 થઈ.
  • વૈશ્વિક યુદ્ધોને કારણે કાચો માલ મોંઘો.

મહેસાણા: અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે.  NPK ખાતરના ભાવમાં પ્રતિ બેગ 800 રૂપિયાનો વધારો કરી દેવાયો.  અગાઉ ખેડૂતોને 50 કિલોની બેગના 1450 રૂપિયા ચૂકવવા પડતા હતાં.  જ્યારે હવે ખેડૂતોને પ્રતિ બેગ 2250 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ખાતરના ભાવમાં થયેલો આ તોતિંગ વધારાથી ખેતી પણ મોંઘી થઈ છે.  એક તો ગ્લોબલ વોર્મિંગની અસર તથા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળતું નથી.  આટલું જ નહીં ઉત્પાદન ખર્ચ પણ પૂરો નીકળતો નથી. ત્યારે ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો પર પડ્યા પર પાટુ સમાન સાબિત થશે. 

ખેતીમાં જરૂરિયાત ગણાતા એન.પી.કે (NPK) ખાતરના ભાવમાં સરકારે મોટો વધારો કર્યો છે. મહેસાણા પંથકના ખેડૂતો જે સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે, તેના ભાવ હવે આસમાને પહોંચ્યા છે. 

ભાવમાં કેટલો તફાવત?

જૂનો ભાવ: રૂ. 1450 (50 કિલોની બેગ) હતા.  
નવો ભાવ: રૂ. 2250 (50 કિલોની બેગ) થયા. 
ચોખ્ખો વધારો: સીધો રૂ. 800 નો વધારો એક બેગ દીઠ કરવામાં આવ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિસ્થિતિ જવાબદાર છે. ચાલી રહેલા યુદ્ધના કારણે ખાતર બનાવવા માટે વપરાતા રાસાયણિક તત્વો અને કાચો માલ મોંઘો થયો છે, જેને પગલે કંપનીઓ દ્વારા આ વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારો થતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.  

ખેડૂતે જણાવ્યું કે, 'એક તરફ કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે પૂરું ઉત્પાદન મળતું નથી, અને બીજી તરફ એનપીકે ખાતરના ભાવમાં સીધો 800 રૂપિયાનો વધારો! ખેડૂત ક્યાં જાય? ખેતી ખર્ચ પણ હવે તો નીકળતો નથી."

આ પણ વાંચો- પીએમ કિસાન 23મો હપ્તો: ખેડૂતો આ 3 ભૂલો તરત જ સુધારી લે, નહીંતર ₹2000 નો હપ્તો અટવાઈ જશે

મહેસાણાના ખેતી પ્રધાન વિસ્તારમાં ખેડૂતો અત્યારે મુંઝવણમાં છે. શિયાળુ પાકની સીઝન હોય કે આવનારી ખરીફ સીઝન, ખાતર વિના ખેતી શક્ય નથી. જ્યારે ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી, ત્યારે ખાતરના આ ભાવ વધારાથી ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ સેવાઈ રહી છે.હવે જોવાનું એ રહેશે કે શું સરકાર ખેડૂતોને રાહત આપવા માટે કોઈ સબસિડી જાહેર કરે છે કે પછી જગતનો તાત આ મોંઘવારીના ખપ્પરમાં હોમાતો રહેશે.

Frequently Asked Questions

ખાતરના ભાવમાં કેટલો વધારો થયો છે?

સરદાર NPK ખાતરની 50 કિલોની બેગના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 1450 રૂપિયા હતા, હવે 2250 રૂપિયા થયા છે.

ખાતરના ભાવમાં વધારાનું કારણ શું છે?

અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને વૈશ્વિક યુદ્ધના કારણે ખાતર બનાવવા માટેના રાસાયણિક તત્વો અને કાચો માલ મોંઘો થયો છે.

ખાતરના ભાવ વધારાની ખેડૂતો પર શું અસર થશે?

ખેતી ખર્ચ વધશે અને ઉત્પાદનના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ છે.

કયા ખાતરના ભાવમાં વધારો થયો છે?

યુરિયા અને DAP સિવાયના ખાતરો, ખાસ કરીને મહેસાણા જિલ્લામાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા સરદાર NPK ખાતરના ભાવમાં વધારો થયો છે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget