Organic Fertilizer: કેમિકલથી વધારે શક્તિશાળી છે જીવામૃત, પાકને આપશે અમૃત જેવી શક્તિ, જાણો બનાવવાની રીત
Making of Organic Pesticide: ઓર્ગેનિક ખેતીથી ખર્ચની બચત થાય છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આ ચમત્કારની પાછળ જૈવિક સંસાધનોમાંથી બનાવવામાં આવેલા જીવામૃતનું યોગદાન છે.
Organic farming Special : બજારમાં ઓર્ગેનિક ઉત્પાદનોની વધતી જતી માંગને કારણે હવે ખેડૂતો પાક ઉગાડવા માટે ઓર્ગેનિક ખેતી પણ અપનાવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતીથી ખર્ચની બચત થાય છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આ ચમત્કારની પાછળ જૈવિક સંસાધનોમાંથી બનાવવામાં આવેલા જીવામૃતનું યોગદાન છે. જેના ઉપયોગથી પાકનો વિકાસ ઝડપી બને છે અને પાકમાં જીવજંતુઓ તથા રોગો થવાની સંભાવના પણ દૂર થાય છે. ખૂબ જ ઓછા ખર્ચે બનતું જીવામૃત જમીનને સોનામાં ફેરવી નાખે છે અને પાકને અમૃતની જેમ શુદ્ધ કરે છે.
આવી રીતે બનાવો જીવામૃત
ખેડૂત ભાઈઓ કે જેઓ આ વખતે તેમના પાકની જૈવિક ખેતી કરવા માંગે છે તેઓ ઘરે જ જીવામૃત, જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો બનાવી શકે છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની વસ્તુઓ ખેડૂતોના ઘરમાં હાજર હોય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત –
- જીવામૃત બનાવવા માટે પહેલા 10 લીટર ગૌમૂત્ર, 3 કિલો ગોળ, 5 કિ.ગ્રા. ગાયનું છાણ અને 2 કિ.ગ્રા. બેસન અને પ્લાસ્ટિકનું કન્ટેનર લો.
- સૌ પ્રથમ એક અલગ વાસણમાં 3 કિલો ગોળને પીસીને એટલા જ પાણીમાં ઓગાળી લો.
- પાત્રમાં ગૌમૂત્ર અને બેસન ઉમેરીને દરેક ગઠ્ઠા ઓગળી જાય તેવું મિશ્રણ તૈયાર કરો.
- જે બાદ છાણ અને પાણીમાં ઓગળેલા ગોળનું મિશ્રણ ઉમેરો, લાકડીઓની મદદથી દ્રાવણને મિક્સ કરો
- છેલ્લે 2 કિલો બેસન મિક્સ કરીને લાકડીની મદદથી થોડી વાર માટે હલાવીને બરાબર મિક્સ કરો.
- આ દ્રાવણમાં થોડું પાણી ઉમેરીને તેને 7 દિવસ સુધી ઢાંકીને રોજ લાકડીઓની મદદથી ફેરવતાં રહો.
- 7 દિવસ પછી આ દ્રાવણનો ઉપયોગ છોડ પર જંતુનાશક અને પોષણ તરીકે થઈ શકે છે.
શું છે જીવામૃતના ફાયદા
- ખેતરોમાં જીવામૃત છોડના મૂળને ઓક્સિજન લેવામાં મદદ કરે છે.
- જીવાામૃતનો ઉપયોગ કમ્પોસ્ટિંગમાં પણ થાય છે, તે અળસિયાની સંખ્યા વધારવામાં પણ મદદ કરે છે.
- તેનો ઉપયોગ છોડને પોષક તત્વો શોષવામાં પણ મદદ કરે છે.
- જીવામૃત જમીનની ફળદ્રુપતા તેમજ પાકનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
- આનાથી પાકને ઉગાડતા સૂક્ષ્મજીવો, જીવાણું અને બેક્ટેરિયા ઝડપથી કામ કરે છે.
- તેના ઉપયોગથી જમીન નરમ પડે છે, જે મૂળિયાને ફેલાવવામાં મદદ કરે છે.
- જીવામૃતનો ઉપયોગ ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવામાં પણ મદદ કરે છે.
- જીવામૃત બીજના અંકુરણ અને પાંદડાને લીલા બનાવવામાં ઘણી મદદ કરે છે.
- તેના ઉપયોગથી ઉગાડવામાં આવતા શાકભાજી, ફળો અને અનાજનો સ્વાદ અલગ હોય છે.
જૂનાગઢના કેશોદ તાલુકાના રામ જેઠાભાઇ ધુસર આપણને દર્શાવી રહ્યા છે ઘન- જીવામૃત બનાવવાની રીત. મહત્તમ ખેડૂતમિત્રો લાભ લે. 🙏🏻@CMOGuj @GovernorofGuj @ADevvrat @Bhupendrapbjp @brijeshmeja1 @iArvindRaiyani @MukeshPuri26 @GujAgriDept @RaghavjiPatel @vmittra @ATMAGUJARAT @InfoGujarat pic.twitter.com/yAnQ7vwJW3
— DDO Junagadh (@DdoJunagadh) June 4, 2022