શોધખોળ કરો

PM-ASHA યોજના હેઠળ સરકારે 35,000 કરોડ મંજૂર કર્યા, જાણો આનથી કોને થશે ફાયદો

PM Asha Yojana: સરકારે પીએમ આશા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. વર્ષ 2025-26 સુધીમાં કુલ 35 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

PM Asha Yojana: કેન્દ્ર સરકારે ખેડૂતોને વધુ સારા ભાવ આપવા અને ગ્રાહકો માટે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થતી વધઘટને નિયંત્રિત કરવા માટે PM-ASHA યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2025-26 સુધી આ યોજના હેઠળ કુલ 35,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે ટ્વીટ કર્યું, અમારી યોજના ખેડૂતોને તેમના પાક માટે વળતરકારક ભાવ આપશે, જ્યારે ગ્રાહકોને પણ સસ્તા ભાવ મળશે.          

પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) અને પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (PSF) ને PM-ASHA યોજનામાં એકીકૃત કરવામાં આવ્યા છે, જે યોજનાના અમલીકરણને વધુ અસરકારક બનાવશે. આ યોજના હેઠળ, 2024-25 સત્રથી MSP પર સૂચિત કઠોળ, તેલીબિયાં અને કોપરાની ખરીદી રાષ્ટ્રીય ઉત્પાદનના 25 ટકા હશે. જો કે, આ મર્યાદા અરહર, અડદ અને મસૂર માટે લાગુ પડશે નહીં અને તેમાંથી 100 ટકા ખરીદી કરવામાં આવશે.      

સરકારી ગેરંટી લંબાવી
સરકારે કઠોળ, તેલીબિયાં અને કોપરાની ખરીદી માટે વર્તમાન સરકારી ગેરંટી વધારીને રૂ. 45,000 કરોડ કરી છે. આ સાથે ખેડૂતોને MSP પર વધુ ખરીદી કરવાની સુવિધા મળશે. કૃષિ વિભાગ દ્વારા ખરીદી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ અને એનસીસીએફના ઈ-સંયુક્તિ પોર્ટલ દ્વારા કરવામાં આવશે.        

બફર સ્ટોકમાં મદદ 
PSF યોજનાનું વિસ્તરણ કઠોળ અને ડુંગળીના વ્યૂહાત્મક બફર સ્ટોકને જાળવવામાં મદદ કરશે, જેનાથી ગ્રાહકોને ભાવની ભારે અસ્થિરતાથી રક્ષણ મળશે. આ યોજના હેઠળ સંગ્રહખોરી અને સટ્ટાબાજીને પણ નિરુત્સાહિત કરવામાં આવશે.            

PDPS કવરેજ વધ્યું 
સરકારે પ્રાઇસ ડેફિસિટ પેમેન્ટ સ્કીમ (PDPS)નું કવરેજ વધારીને 40 ટકા કર્યું છે. ઉપરાંત, નાશવંત બાગાયતી પાકો માટે MIS હેઠળ કવરેજ વધારીને 25 ટકા કરવામાં આવ્યું છે.

લણણી સમયે ભાવ તફાવતને દૂર કરવા માટે પરિવહન અને સંગ્રહ ખર્ચ ઉઠાવવામાં આવશે. PM-ASHA યોજના ખેડૂતોને માત્ર લાભદાયી ભાવ જ નહીં આપે, પરંતુ ગ્રાહકોને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરશે.        

આ પણ વાંચો : ખોટી રીતે કોઈ લઈ રહ્યું છે પીએમ કિસાન યોજનાનો લાભ, અહીં કરી શકો છો ફરિયાદ

PM Kisanના 18મા હપ્તા અગાઉ ફટાફટ કરી લો e-KYC, જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
Embed widget