શોધખોળ કરો

PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ

PM Kisan Samman Nidhi Yojana: અત્યાર સુધીમાં દેશના 13 કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)  દેશના લાખો ખેડૂતોની ખાતર અને પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે. તેના દ્વારા સરકાર ખેડૂતોને કુલ 6 હજાર રૂપિયા ત્રણ હપ્તામાં એટલે કે દરેક હપ્તામાં 2-2 હજાર રૂપિયા આપે છે. અત્યાર સુધીમાં દેશના 13 કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. પીએમ કિસાન સન્માન નિધિના અત્યાર સુધીમાં 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. હવે ખેડૂતો યોજનાના 19મા હપ્તાની રાહ જોઇ રહ્યા છે. જેના અગાઉ તમે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ આ રીતે ચેક કરી શકો છો.

દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે

મોદી સરકાર દર ચાર મહિને પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરે છે.  આ યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં રિલીઝ થઈ શકે છે. દેશના 13 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જો કે, PM કિસાન સન્માન નિધિના 19મા હપ્તાને રિલીઝ કરવા અંગે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ ખેડૂતોને લાભ નહીં મળે

સરકારે ખેડૂતોને પીએમ કિસાન યોજના ખાતા માટે ઇ-કેવાયસી કરાવવાનું કહ્યું હતું. પરંતુ ઘણા ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી. જે ખેડૂતો આગામી હપ્તા પહેલા ઇ-કેવાયસી કરાવતા નથી તેમના આગામી હપ્તાના નાણાં અટકી શકે છે. આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરાવવું જોઈએ. આ સાથે તમને PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ખેડૂતો ત્રણ રીતે ઈ-કેવાયસી કરાવી શકે છે.

OTP આધારિત eKYC

બાયોમેટ્રિક આધારિત eKYC

ફેસ ઓથેન્ટિકેશન આધારિત eKYC

લાભાર્થીની યાદીમાં નામ કેવી રીતે તપાસવું

સરકાર લાભાર્થી ખેડૂતોની યાદી બહાર પાડે છે. જેના પરથી ખબર પડે છે કે કયા ખેડૂતોને યોજનાનો લાભ મળશે.

લાભાર્થીની યાદીમાં નામ તપાસવાની પ્રક્રિયા

પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જાઓ.

અહીં "Beneficiary Status" નો વિકલ્પ પસંદ કરો.

તમારો આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.

હવે "Get Data" પસંદ કરો.

આ પછી તમારી બધી વિગતો સ્ક્રીન પર બતાવવામાં આવશે. આ વિગતો દ્વારા તમે ચકાસી શકો છો કે તમને યોજનાનો લાભ મળશે કે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget