(Source: ECI/ABP News/ABP Majha)
PM Kisan Samman Nidhi Yojana: શું પતિ-પત્ની બંનેને મળી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ ? જાણો શું કહે છે નિયમ
PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર, ખેડૂત પરિવારોને તેનો લાભ મળે છે. કુટુંબ એટલે પતિ-પત્ની અને બે નાનાં બાળકો.
PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક વિશેષ યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે. આ યોજના હેઠળ આ 6 હજાર રૂપિયા એક વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. એટલે કે ત્રણ વખતમાં બે હજાર રૂપિયાના હપ્તા સીધા લાભાર્થી ખેડૂતોના ખાતામાં આવે છે. આ યોજનાનો લાભ એવા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું પીએમ કિસાન યોજના હેઠળ પતિ-પત્ની બંનેને 6 હજાર રૂપિયા મળી શકે છે?
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર, ખેડૂત પરિવારોને તેનો લાભ મળે છે. કુટુંબ એટલે પતિ-પત્ની અને બે નાનાં બાળકો. એટલે કે, યોજના હેઠળ, જીવનસાથીમાંથી એક જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે.
જો પતિ-પત્ની બંનેએ આ યોજના માટે અરજી કરી છે અને અત્યાર સુધી બંનેને આ યોજના હેઠળ પૈસા મળી રહ્યા છે, તો તેઓએ તે રકમ યોજના હેઠળ સરકારને પરત કરવાની રહેશે.
આ ખેડૂતોને નથી મળતો લાભ
તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. સરકારી કર્મચારીઓ કે આવકવેરો ભરતા ખેડૂતોને આ યોજના માટે લાયક બનાવવામાં આવ્યા નથી. આ સિવાય 10 હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવનાર ડોક્ટર, એન્જિનિયર અને કર્મચારીઓ પણ પીએમ કિસાન યોજનાનો લાભ નહીં લઈ શકે.
આ સિવાય સાંસદો અને ધારાસભ્યોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી. KPM કિસાન યોજનાના નિયમો અનુસાર વાર્ષિક 6 હજાર રૂપિયા એ જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેના નામે ખેતર-ખાસરા હશે.