PM Kisan Updates: પીએમ કિસાન યોજનાના લિસ્ટમાંથી તમારું નામ રદ્દ તો નથી ગયું ને ? આ રીતે લાભાર્થી ખેડૂતો કરે ક્રોસ ચેક
PM Kisan Beneficiary Updates: આ યોજનામાં ખેડૂતો માટે નવી માહિતી અને નવા અપડેટ પણ કરવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. લાભાર્થી ખેડૂતોને આ અપડેટ્સ પર નજર રાખવા સૂચના આપવામાં આવે છે.
PM Kisan Farmer's List update: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને નાના-સીમાંત ખેડૂતોને અધિકારો અને સન્માનની યોજના તરીકે ઓળખવામાં આવે છે. આજે દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ, સન્માન નિધિની રકમ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જે ખેડૂતોને ખેતીના નાના ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે. આ યોજનામાં ખેડૂતો માટે નવી માહિતી અને નવા અપડેટ પણ કરવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. લાભાર્થી ખેડૂતોને આ અપડેટ્સ પર નજર રાખવા સૂચના આપવામાં આવે છે.
શા માટે જરૂરી છે પીએમ કિસાન યોજનાની અપડેટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂતકાળમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ ગેરકાયદેસર રીતે ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. કેન્દ્ર સરકારે આ ઘટના પર કાર્યવાહી કરી હતી, જેમાં પીએમ કિસાનના નિયમો વિરુદ્ધ અને યોજનાની યોગ્યતાની બહાર લાભ મેળવનારા ખેડૂતો પાસેથી રકમ પરત લેવામાં આવી રહી છે. આ દરમિયાન ઘણા ખેડૂતોના નામ પણ પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, તેથી મહત્વપૂર્ણ છે કે પીએમ કિસાનના 12મી હપ્તા પહેલા યાદીમાં તમારું નામ તપાસો. જેનાથી તમે લાભાર્થી છો કે નહીં તેની ખબર પડી જશે. જો કોઇ કારણસર તમારું નામ રદ્દ થઈ ગયું હોય તો પીએમ કિસાનની સહાયની રકમ પરત કરવી પડશે કે નહીં તે પણ જાણી શકાશે.
પીએમ કિસાનની યાદીમાં તમારું નામ તપાસો
પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતોને યોજનાનો 12મો હપ્તો ટ્રાન્સફર કરતા પહેલા યાદીમાં પોતાનું નામ ચેક કરવા માટે જાણ કરવામાં આવે છે. લાભાર્થીની પાત્રતા પીએમ કિસાનથી રદ્દ થઈ છે કે નહીં તે જાણી શકાશે. આ વાતની પુષ્ટિ કરવા માટે ઓનલાઇન ચેકિંગ સૌથી સહેલો રસ્તો છે.
- આ માટે સૌથી પહેલા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાવ
- પીએમ કિસાનનું હોમપેજ ખુલશે, ત્યારે ફાર્મર કોર્નર પર જાવ અને રિફંડ ઓનલાઈનના વિકલ્પ પર ક્લિક કરો.
- આગળનું વેબ પેજ ખુલતાની સાથે જ ફોર્મમાં માંગેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
- આમાં લાભાર્થી ખેડૂતોએ પોતાનો મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર વગેરે દાખલ કરવા પડશે..
- માહિતી ભર્યા પછી કેપ્ચા કોડ દાખલ કરો અને ગેટ ડેટા વિકલ્પ પર ક્લિક કરો.
- જ્યારે તમને સ્ક્રીન પર You are not eligible for any refund amount નો મેસેજ જોવા મળે ત્યારે યોજનાનો લાભાર્થી રહેશો અને સન્માન નિધિની રકમ પરત કરવાની રહેશે નહીં.
- બીજી તરફ જો Refund Amount નો વિકલ્પ જોવામાં આવે તો ખેડૂતને પીએમ કિસાનના 11માં હપ્તાના પૈસા પરત કરવા પડી શકે છે.
- આ મામલે વધુ વિગત માટે તમે પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર - 011-24300606 અથવા 011-155261 પર સંપર્ક કરી શકો છો.