PM Kisan Scheme: મોદી સરકારે આપી ખેડૂતોને મોટી ભેટ, 11મો હપ્તો કર્યો જમા, આ રીતે કરો ચેક
PM Kisan Scheme: મોદી સરકાર પોતાની આઠમી વર્ષગાંઠ ઉજવી રહી છે. પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મોટી ભેટ આપી.
PM Kisan Scheme: મોદી સરકાર પોતાની આઠમી વર્ષગાંઠ ઉજવી રહી છે. પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મોટી ભેટ આપી. શિમલામાં પીએમ મોદી બટન દબાવીને 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
શું છે PM કિસાન યોજના?
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાયક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ બે-બે હજાર રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને આવે છે એટલે કે આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં બે-બે હજાર રૂપિયાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2022 ના રોજ 10 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પૈસા સીધા ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 1.8 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્સફર કર્યા છે.
Himachal Pradesh | Prime Minister Narendra Modi interacts with beneficiaries of different Government schemes at the event to mark the eighth anniversary of the BJP govt at the Centre. The event is being held at Ridge Maidan in Shimla. pic.twitter.com/vTnsG3Tt9q
— ANI (@ANI) May 31, 2022
લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું?
- PM કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લો.
- હોમ પેજ પર, ફાર્મર્સ કોર્નરમાં લાભાર્થી યાદી પર ક્લિક કરો.
- હવે તેમાં રાજ્ય, જિલ્લો, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને ગામ પસંદ કરો.
- ગેટ રિપોર્ટ પર ક્લિક કર્યા પછી, લાભાર્થીઓની સંપૂર્ણ લિસ્ટ દેખાશે.
પૈસા ન આવે તો અહીં કરો જાણ
જો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો હેલ્પલાઈન નંબર પર વાત કરીને તેનો ઉકેલ લાવી છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ 155261 અને 011-24300606 છે, જે દિલ્હીના નંબર છે.