શોધખોળ કરો
PM Kisan: ખેડૂતો માટે ખુશખબર! ફેબ્રુઆરીમાં આ તારીખે આવશે 22મો હપ્તો? બજેટ પહેલા મળી શકે છે ભેટ
ખેડૂતો માટે મહત્વના સમાચાર: ફેબ્રુઆરીમાં હપ્તો જારી થવાની શક્યતા; શું સરકાર વાર્ષિક ₹6,000 ની સહાય વધારશે? e KYC વગર અટકી શકે છે પૈસા, જાણો પ્રક્રિયા.
દેશભરના કરોડો ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાના 22મા હપ્તાને લઈને મહત્વની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
1/5

ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વર્ષ 2026 ના સામાન્ય બજેટ (Union Budget) પહેલા તેમના ખાતામાં ₹2,000 નો હપ્તો જમા થશે? કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ અત્યાર સુધીમાં 21 હપ્તા સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે આગામી હપ્તાની સમયરેખા અને બજેટમાં રકમ વધવાની અટકળો પર સૌની નજર મંડાયેલી છે.
2/5

મીડિયા રિપોર્ટ્સ અને ગત વર્ષોના ટ્રેન્ડ મુજબ, પીએમ કિસાન યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર ચાર મહિને જારી કરવામાં આવે છે. અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો, ગત વર્ષે 19મો હપ્તો 24 February, 2025 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. આ ગણતરી મુજબ, ફેબ્રુઆરી મહિનો આગામી 22મા હપ્તા માટે પ્રબળ માનવામાં આવે છે.
Published at : 19 Jan 2026 04:21 PM (IST)
આગળ જુઓ
Advertisement





















