શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Onion Price: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા, ખેડૂતની હાલત કફોડી

Onion Price: બિયારણમાં ભેળસેળ અને વાતાવરણના કારણે આ વર્ષે ડુંગળીના પાક ખૂબ જ નબળો થયો છે. 20 દિવસ બાદ ખરીફ ડુંગળી માર્કેટિંગ યાર્ડમા પહોંચશે..

Onion Price: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીના ભાવ 50 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા થઈ ગયો છે. તો સારી ક્વોલિટીની ડુંગળી એક મણના ભાવ 150થી લઈને રૂપિયા 300 થયો છે. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં કોઈ વધઘટ નથી થઈ.

બિયારણમાં ભેળસેળ અને વાતાવરણના કારણે આ વર્ષે ડુંગળીના પાક ખૂબ જ નબળો થયો છે.  20 દિવસ બાદ ખરીફ ડુંગળી માર્કેટિંગ યાર્ડમા પહોંચશે.. આ વર્ષે સૌરાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ટૂંક સમયમાં ડુંગળીનો જથ્થો મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં ઠલવાશે ત્યારે ડુંગળીના ભાવને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.

નવેમ્બર-ડિસેમ્બરમાં કેમ મોંઘી થઈ જાય છે ડુંગળી, તમે પણ આપી શકો છો Idea

દેશમાં ડુંગળીના ભાવ દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વધવા લાગે છે. સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે એક ચેલેન્જ જાહેર કરી છે.. ગ્રાહક બાબતોના મંત્રાલયે (Consumer Affairs Ministry) ટેકનિકલ યુનિવર્સિટીઓ સહિત 100થી વધુ યુનિવર્સિટીઓને પત્ર લખીને વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટી મેમ્બર્સને આમંત્રણ આપ્યું છે. ડુંગળીના પુરવઠામાં અછત અને ભાવમાં વધારો એ સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ છે. ઘણી વખત સરકારે ભાવ ઘટાડવા માટે ડુંગળીની આયાત કરવી પડે છે.

શું છે મેગા ચેલેન્જ

સરકારે પહેલીવાર ડુંગળી સાથે જોડાયેલી એક મોટી ચેલેન્જની જાહેરાત કરી છે. આ ચેલેન્જમાં ડુંગળીની અછતની સમસ્યાને પહોંચી વળવા માટે પ્રાઇમરી પ્રોસેસિંગ, સ્ટોરેજ અને પ્રાઇસિંગની ટેકનિક વિકસાવવામાં આવશે. ઘણી વખત ડુંગળીનો લગભગ 30 થી 40% પાક સંગ્રહ કરવાથી નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં ડુંગળીનો પાક બરબાદ ન થાય તે માટે આ ચેલેન્જ લાવવામાં આવી છે.

માંગ કરતાં વધુ હોય છે ઉત્પાદન

ત્રણ સીઝનમાં ડુંગળી ઉગાડવામાં આવે છે

દેશમાં ડુંગળી ત્રણ ઋતુમાં ઉગાડવામાં આવે છે. માર્ચ અને મે મહિના દરમિયાન કાપવામાં આવતો રવી પાક ભારતમાં ડુંગળીનો મુખ્ય આધાર છે, જે વાર્ષિક ઉત્પાદનમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. વધુ સપ્લાયને કારણે આ મહિનાઓ દરમિયાન કિંમત ઓછી હોય છે.

દર વર્ષે 11,000 કરોડ રૂપિયાનું નુકસાન

મંત્રાલયે યુનિવર્સિટીઓ સાથે શેર કરેલા દસ્તાવેજ મુજબ ડુંગળીની સ્ટોરેજ સિસ્ટમથી વાર્ષિક નુકસાન આશરે 11,000 કરોડ રૂપિયા જેટલું જોવા મળી રહ્યું છે. હવે તે સ્ટોરેજ સોલ્યુશન્સ શોધવાનું છે, જે ખેડૂતોની કમાણીમાં પણ સુધારો કરી શકે છે.

ત્રણ તબક્કામાં ચેલેન્જ

આ ચેલેન્જના 3 તબક્કા હશે. સરકાર દરેક સ્તરે ટીમોને ફંડ આપશે અને વિજેતાઓને ઇનામની રકમ પણ આપવામાં આવશે.

  • સૌ પ્રથમ આઇડિયા ટુ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ સ્ટેજમાં 40 દરખાસ્તોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તેમાંથી દરેકને 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. વર્કિંગ પ્રોટોટાઇપ 3-4 મહિનાની અંદર તૈયાર થઈ જશે.
  • બીજા તબક્કામાં સરકાર 20 પ્રસ્તાવોની પસંદગી કરશે. 6થી 12 મહિનાની અંદર તે પોતાનું સોલ્યુશન તૈયાર કરવા માટે 5-5 લાખ રૂપિયા આપશે.
  • આમાં, બીજા તબક્કાની તમામ દરખાસ્તોને યૂઝર એજન્સી દ્વારા નિર્ધારિત સ્થાન પર તૈયાર ઉત્પાદન અથવા પ્રક્રિયાને તૈનાત કરવાની તક મળશે. આ બધી ટીમોને ઉત્પાદનનું માર્કેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Temple Controversy: જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકોSuspicious death of 3 Girls in Surat: ત્રણ બાળકીના શંકાસ્પદ મોત બાદ એક્શનમાં સુરત પ્રશાસનCM Bhupendra Pate: સરકારી કર્મચારીઓના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણયRajkot News | મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
EPFOએ નવી ગાઈડલાઈન બહાર પાડી, આ કર્મચારીઓ આધાર વગર PFમાંથી પૈસા ઉપાડી શકશે
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
‘ફેંગલ’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, ગુજરાતમાં.....
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Cyclone Fengal: ફ્લાઈટ્સ-ટ્રેન રદ, શાળા-કોલેજો પણ બંધ.... આ રાજ્યોમાં 'ફેંગલ' તબાવી મચાવશે, ભારે વરસાદનું એલર્ટ
Embed widget