શોધખોળ કરો

Onion Price: ડુંગળીના ગગડી રહેલા ભાવને લઈ ભાવનગર ભાજપ કિસાન મોરચાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી શું કરી માંગ ? જાણો વિગત

Onion Price: ભાવનગર જીલ્લો રાજ્યમાં સૌથી વધુ ડુંગળી પકવતો જિલ્લો માનવામાં આવે છે. સૌથી સારી ક્વોલિટીની ડુંગળી ભાવનગર જિલ્લામાં ઉત્પાદન થાય છે.

Onion Price Falls: ભાવનગર જિલ્લામાં ખેડૂતોને ડુંગળીનાં ભાવ રડાવી રહ્યા છે. જેની વેદના ને લઈ ભાવનગર ભાજપ કિસાન મોરચાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં ખેડૂતોને યાર્ડના ડુંગળીના વેચાણ ઉપર સહાય જાહેર કરવામાં આવે અને અન્ય દેશોમાં ડુંગળીના નિકાસ માટે પોલીસી ઘડવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ યાર્ડમાં ડુંગળીના સતત ગગડી રહેલા નીચા ભાવન કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે

ભાવનગર સૌથી વધું ડુંગળી પકવતો જિલ્લો ગણાય છે અને સારી ક્વોલિટીની ડુંગળીનું થાય છે ઉત્પાદન

ભાવનગર જીલ્લો રાજ્યમાં સૌથી વધુ ડુંગળી પકવતો જિલ્લો માનવામાં આવે છે.  સૌથી સારી ક્વોલિટીની ડુંગળી ભાવનગર જિલ્લામાં ઉત્પાદન થાય છે પરંતુ દુઃખની વાત એ છે કે ખેડૂતો મહા મહેનતે ડુંગળીનું ઉત્પાદન કર્યા બાદ પોતાનો માલ લઈને માર્કેટિંગ યાર્ડમાં વહેંચવા માટે જાય છે ત્યારે તેમને મજાક સમાન ભાવ મળી રહ્યા છે. જેની વાત કરવામાં આવે તો કિલો દીઠ 2.25 અને એક મણના 75 રૂપિયા ખેડૂતોને ઓછામાં ઓછો ભાવ મળ્યો છે જેના કારણે ખેડૂતો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર સમક્ષ ડુંગળીના ભાવ વધારવા માટે માંગ કરી રહ્યા છે. આ સ્થિતિ આજકાલની નહીં પરંતુ છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવ સતત નીચા જઈ રહ્યા છે જેના કારણે ભાવનગર જિલ્લાનો ખેડૂત આર્થિક દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે.

શું લખ્યું છે પત્રમાં
 
ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતા ભાવનગર ભાજપના કિસાન મોરચાના પ્રમુખે મુખ્યમંત્રીને એક પત્ર પાઠવ્યો છે જે ખૂબ ચર્ચામાં આવ્યો છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે હાલ ભાવનગર, મહુવા, તળાજા અને પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહે છે પરંતુ તેની સામે ખેડૂતોને હરાજી દરમિયાન ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યાર્ડ વેચાણ ઉપર ખેડૂતોના હિતમાં ડુંગળીના વેચાણ ઉપર સહાય જાહેર કરવામાં આવી હતી એ જ રીતે હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે અન્ય દેશમાં ડુંગળીનો નિકાસ થાય તે માટે સરકાર પોલીસી ઘડે તેવી પણ માંગ ઉઠી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
Embed widget