Tulsi Farming: તુલસીની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ
Tulsi Farming: તુલસી અસ્થમા, શરદી, ઉધરસ, ખાંસી, અલ્સર, પેટદર્દ, કબજિયાત, અપચો, જેવી બીમારીમાંથી લાભદાયી છે. તે કોલેસ્ટ્રેલ પણ કાબુમાં રાખે છે.
Tulsi Farming: ભારતમાં તુલસીનું ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. મોટાભાગના હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીની પણ ખેતી થાય છે અને તેના અનેક લાભ છે. તુલસીના પાનનો ઉપયોગ દવા બનાવવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી થાય છે. આ ઉપરાંત તુલસી અસ્થમા, શરદી, ઉધરસ, ખાંસી, અલ્સર, માથાનો દુખાવો, અપચો જેવી બીમારીમાં પણ લાભદાયી છે. તે કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવામાં પણ ઉપયોગી છે. શિયાળાની મોસમમાં ઘણા લોકો તુલસી પાન મિશ્રિત ઉકાળો પીવે છે.
કેવી રીતે થાય છે તુલસીની ખેતી
તુલસીની ખેતી ઓછી ઉપજાઉ જમીનમાં સારી રીતે થાય છે. આ જમીનમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ ખેતી જુલાઈથી ઓગસ્ટ વચ્ચે કરવામાં આવે છે. બીજના માધ્યમથી રોપ તૈયાર કરવામાં આવે છે. જે બાદ તેની રોપણી કરવામાં આવે છે.
તુલસીના વિવિધ પ્રકાર
- બેસિલ તુલસી કે ફ્રેંચ બેસિલ
- સ્વીટ ફ્રેંચ બેસિલ કે બોબઈ તુલસી
- કાળી તુલસી
- વન તુલસી કે રામ તુલસી
- જંગલી તુલસી
- કર્પૂર તુલસી
- હોલી બેસિલ
- શ્રી તુલસી કે શ્યામ તુલસી
કેટલો આવે છે ખર્ચ
રોપ લગાવ્યા બાદ તરત માટીની નરમાશ મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવે છે. તુલસીનો છોડ પૂરી રીત તૈયાર થવામાં 100 દિવસ લાગે છે. જે બાદ તેની કાપણી કરવામાં આવે છે. તેની કાપણી માટે તડકાવાળો દિવસ સૌથી શ્રેષ્ઠ હોય છે. એક વીઘા જમીનમાં તુલસી ખેતી કરવા પર આશરે 1500 રૂપિયાનો ખર્ચ આવે છે.
તુલસીના આ છે ફાયદા
તુલસીનો છોડ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસી એક ઔષધીય છોડ છે, જેનો ઉપયોગ અનેક બીમારીમાં થાય છે. તેની પાન, બી નું પણ અલગ મહત્વ છે. તુલસી છોડની પૂજાનું પૌરાણિક મહત્વ પણ છે, આ કારણે દેશના મોટાભાગના ઘરના આંગણામાં તુલસી છોડ જરૂર જોવા મળે છે.