World Environment Day: કેમિકલ ફ્રી થશે ખેતી, નમામિ ગંગેને મળશે નવી તાકાતઃ માટી બચાવો આંદોલન કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી
દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો.લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે.
World Environment Day: દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિવત છે ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વના મોટા આધુનિક દેશો પૃથ્વીના સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન તેમના ખાતામાં જાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, "આ વર્ષના બજેટમાં, અમે ગંગા કિનારે આવેલાં ગામડાંઓમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો, પ્રાકૃતિક ખેતીનો વિશાળ કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી આપણાં ખેતરોને માત્ર રસાયણ મુક્ત જ નહીં થાય, પરંતુ નમામિ ગંગે અભિયાનને પણ નવું બળ મળશે.
દેશના લોકોને જળ સંરક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે - પ્રધાનમંત્રી
વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, "આ પહેલા આપણા દેશના ખેડૂત પાસે તેની પાસે કેવા પ્રકારની માટી છે, તેની માટીમાં શું ઉણપ છે વગેરેની જાણકારીનો અભાવ હતો. આ સમસ્યાને દૂર કરવા માટે દેશના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમે કેચ ધ રેઇન જેવા અભિયાન દ્વારા દેશના લોકોને જળસંચય સાથે જોડી રહ્યા છીએ. આ વર્ષે માર્ચમાં દેશની 13 મોટી નદીઓના સંરક્ષણનું અભિયાન પણ શરૂ થઈ ગયું છે. જેમાં પાણીમાં પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે નદીઓના કિનારે જંગલોનું વાવેતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Earlier, our farmers were not aware of soil health. To overcome this problem, a huge campaign was launched to give soil health cards to the farmers in the country. In this year's Budget, we've announced natural farming along the Ganga river corridor will be promoted: PM Modi pic.twitter.com/FUD7Fsm4ZC
— ANI (@ANI) June 5, 2022
તમારે આ પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
"જમીનને બચાવવા માટે, અમે પાંચ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલું- જમીનને કેમિકલરહિત કેવી રીતે બનાવી શકાય. બીજું, જમીનમાં રહેતા જીવોને કેવી રીતે બચાવી શકાય, જેને તકનીકી ભાષામાં તમે માટીના કાર્બનિક પદાર્થો કહો છો. ત્રીજું, જમીનમાં ભેજને કેવી રીતે જાળવવો, તેમાં પાણીની ઉપલબ્ધતા કેવી રીતે વધારવી. ચોથું, ભૂગર્ભ જળના ઘટાડાને કારણે જમીનને થયેલા નુકસાનને કેવી રીતે દૂર કરવું અને પાંચમું, જંગલોના વ્યાપમાં ઘટાડો થવાને કારણે જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.
Many govt schemes carry the message of environment conservation. Be it Swachh Bharat Mission, Namai Gange, or One Sun, One Grid; India's efforts are multi-faceted. Developed nations are responsible for largest carbon emissions: PM Modi at 'Save Soil Movement' program pic.twitter.com/Dr3sJaX2fo
— ANI (@ANI) June 5, 2022