આ ઘટના અંતર્ગત નિલ પરીખ, સૂર્યવિર બન્ના, યશ પરીખ, નિલાન્સ શાહ, મીત સંઘવી, સનપ ચોખાની, હર્ષ શર્મા, લોકેશ મણીલાલ કસોટીયા, રાજેશ બુનકર, પ્રવિણ બુનકર સહિત 12 જણા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે નબીરાઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તમામને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતાં.
2/4
પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે નબીરાઓ દારૂ અને હુક્કાની મજા માણી રહ્યા હતા અને જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. આ પાર્ટી નિલાન્સ અંકુર શાહનાં ઘરે ચાલી રહી હતી. પોલીસે રેડ પાડીને 12 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. નિલાન્સનાં પિતાએ પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. આ નબીરાઓ એમબીએ, મેડિકલ અને બીસીએનો અભ્યાસ કરી રહ્યા છે.
3/4
અમદાવાદનાં વાસણામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. બર્થ-ડે પાર્ટીનાં નામે 12 જેટલા નબીરાઓ દારૂની મજા માણતા ઝડપાયા છે. વાસણાની લાવણ્ય સોસાયટીમાં આવેલા મકાનમાં પાર્ટી કરવામાં આવી હતી જ્યાં પોલીસે રેડ પાડીને તમામ નબીરાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રેડ પાડી ત્યારે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં.
4/4
વાસણા પોલીસને જીવરાજ હોસ્પિટલ પાસેની લાવણ્ય સોસાયટીમાં એક જન્મદિવસની પાર્ટી ચાલી રહી છે અને તેમા હુક્કા અને દારૂની પાર્ટી થઈ રહી છે તેવી બાતમી મળતાં પોલીસે રેડ પાડી હતી.