ત્યાંથી યુવક સગીરાને બસમાં બેસાડીને હિંમતનગર લઈ ગયો હતો અને ત્યાં એસટી સ્ટેન્ડ નજીક આવેલા તેના મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં ધાબા ઉપર ત્રણેય જણાં સૂઈ ગયા હતા. ત્યારે મોડી રાતે યુવકે સગીરાની પથારીમાં આવી તેનું મોઢું દબાવીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
2/6
ત્યારે યુવકે સગીરા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. 13 જુલાઈએ સગીરા સરખેજ રેલવે સ્ટેશન પાસે ઊભી હતી ત્યારે યુવક ત્યાં આવ્યો હતો અને રિક્ષામાં બેસાડીને એસટી સ્ટેન્ડ લઈ ગયો હતો.
3/6
જેથી તેના માતા-પિતા સરખેજ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને પુત્રીને ઘરે લઈ આવ્યા હતા. સગીરાને પેટમાં અસહ્ય દુખાવો થતો હોવાથી તે બાબતે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તેને છેલ્લા 6 મહિનાથી હિંમતનગરના એક યુવક સાથે મિત્રતા બંધાઈ હતી અને તે બંને ફોન ઉપર વાતો કરતા હતા.
4/6
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં રહેતી સગીરા 13 જુલાઈએ સિવણ ક્લાસમાં ગઇ હતી, પરંતુ ત્યાંથી પરત આવી ન હતી. જ્યારે 14 જુલાઈએ બપોરે 2 વાગ્યાની આસપાસ સગીરાના પિતાને ફોન કરીને પોતે સરખેજ રેલવે સ્ટેશન પાસે ઊભી હોવાનું કહ્યું હતું.
5/6
ઉલ્લેખનીય છે કે આ સગીરા યુવાનને 6 મહિનાથી ઓળખતી હતી અને તે બન્ને ફોન પર વાત પણ કરતા હતા. સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી.
6/6
અમદાવાદ: અમદાવાદના સરખેજ રેલવે સ્ટેશનની બહારથી યુવાન 15 વર્ષની સગીરાનું અપહરણ કરીને હિંમતનગર લઇને જતો રહ્યો હતો. જ્યાં તેણે મિત્રના ઘરના ધાબા ઉપર આ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સગીરાના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.