માહિતી પ્રમાણે, દરિયાપુર વિસ્તારમાં જીન્સના પેન્ટ બનાવવનો વ્યવસાય કરતાં અશ્વિન સતનારાયણ બાબરીને 2006માં તેને ત્યાં જ કામ કરતી સાહિન મનસુરી નામની યુવતી સાથે પ્રેમ થઇ ગયો, સાહિનના પ્રેમમાં અશ્વિને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો અને પોતાનુ નામે અલીફ મોબનુદ્દીન મનસુરી રાખ્યુ, આ કારણે અશ્વિનના પરિવારજનોએ અશ્વિન સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા હતા. બાદમાં અશ્વિને મુસ્લિમ શરીયત અંતગત સાહિન સાથે લગ્ન કરી લીધા.
2/4
બીજીબાજુ સાહિનના પરિવારજનો અશ્વિનને તલાક આપવા માટે દબાણ કરતાં હતા. અશ્વિને કરેલી અરજી મુજબ સાહિન અન્ય કોઇ સાથે મોબાઇલ પર ચેટિંગ કરતી હતી. તેને પોતાની દીકરી પરીનું ભવિષ્ય ના બગડે તે માટે પરીની કસ્ટડી માટે પણ માંગણી કરી હતી. આ અંગે અશ્વિને પોલસ કમિશનર ઉપરાંત રાજ્યના પોલીસ વડા, ગૃહમંત્રી અને માનવ અધિકાર પંચને પણ અરજી મોકલીને તપાસની માંગ કરી છે.
3/4
લગ્ન બાદ તેમને પરી નામની દીકરી જન્મી, દીકરીના જન્મ બાદ તેમના પરિવારજનોનું વર્તન બદલાઇ ગયું અને અશ્વિનને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. બાદમાં ધંધા દરમિયાન અશ્વિને ઘણો માલ સાસરીયાને આપ્યો તેના પૈસા પણ અશ્વિનને આપ્યા ન હતા, જેના કારણે તેને ધંધામાં મોટુ નુકશાન પણ આવ્યું.
4/4
અમદાવાદઃ શહેરના દરિયાપુર વિસ્તારમાં હિન્દુ યુવકને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ હિન્દુ યુવકને યુવતીના પરિવાર દ્વારા ત્રાસ આપવાની ઘટના સામે આવી છે. દરિયાપુરમાં વ્યવસાય કરતાં હિન્દુ યુવકને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઇ જતા બન્નેએ યુવતીના પરિવારજનો એ યુવકને ત્રાસ આપવાનું શરૂ કરીને ઘરમાંથી કાઢી મુક્યો હતો. આ અંગે યુવકે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરીને તપાસની માંગ કરી છે.