અમદાવાદઃ શહેરમાં છેલ્લા થોડા સમયથી ટ્રાફિકે શરૂ કરેલા ઇ-મેમાને કારણે એક યુવકનું લફરું પકડાઇ ગયું છે. વાત જાણે એવી છે કે, ગોમતીપુરમાં રહેતા એક યુવકે ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં પોલીસ ઇ-મેમો ળઈને તેના ઘરે પહોંચી હતી. જોકે, યુવકની પત્નીએ વીડિયોમાં પતિ હોવાનું તો કબૂલ્યું હતું, પરંતુ પાછળ બેસેલી યુવતી કોણ છે? તે પૂછતાં પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. આ વીડિયોને કારણે પતિના લફરાનો પર્દાફાશ થઈ ગયો હતો.
2/4
આ અંગેની વિગત એવી છે કે, ટ્રાફિકના નિયમભંગને ઇ-મેમો લઈને બપોરના સમયે મણિનગર પોલીસ કોન્સ્ટેબલ યુવકના ઘરે ગયા હતા. તેમજ યુવકની પત્નીને ઇ-મેમો પકડાવ્યો હતો અને નજીકના પોલીસ સ્ટેશનમાં ભરી આવવાનું કહ્યું હતું. જોકે, ઈ-મેમો જોતાંની સાથે જ પરિણીતાના હોશ ઉડી ગયાં. કેમકે, ઈ-મેમોમાં તેના પતિનો હેલમેટ વિનાનો- ટ્રાફિક સિગ્નલ તોડતી વખતનો ફોટો હતો. જેમાં પતિની બાઇકની પાછળ એક યુવતી બાથ ભરીને બેઠી હતી.
3/4
યુવકની પત્નીએ પોલીસને કહ્યું હતું કે, મેમો આપ્યો તેમાં બાઈક પર મારા પતિ છે, પણ તેને બાથ ભીડીને પાછળ બેઠેલી યુવતી કોણ? આમ, યુવતીના પતિના લગ્નેત્તર સંબંધ હોવાનું પોલીસને જણાતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ હતી. બીજી તરફ યુવતીએ પોલીસ સ્ટેસનમાં આ વાતને લઈને હોબાળો મચાવી દીધો હતો. પોલીસે માંડ માંડ મામલો થોળે પાડી યુવતીને ઘરે મોકલી હતી.
4/4
આ પછી પોલીસ કોન્સ્ટેબલ તો ત્યાંથી નીકળી ગયા હતા. તેમજ તેમણે ત્યાં શું થયું તે અંગે કંઇ જાણ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, આ ઇ-મેમો મળ્યા પછી યુવતી નજીકના પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિના બાઇકની પાછળ બેઠેલી યુવતી કોણે છે, તે શોધી આપવાનું જણાવ્યું હતું.