અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં એક પરણીત યુવતીની છેડતીની ઘટના સામે આવી છે, યુવતી પોતાના ઘરની બહાર ઊભા રહીને પતિ સાથે ફોન પર વાત કરી રહી હતી, ત્યારે યુવકે બૂમો પાડીને આઇ લવ યુ કહ્યું હતું અને તેનો નંબર માંગ્યો હતો. યુવતીએ પતિને બોલાવી સ્થાનિકોની મદદથી પોલીસને સોંપી દીધો હતો.
2/4
આ અંગે પરિણીતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે કમલેશ વાઘેલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક માનસિક રીતે થોડો અસ્વસ્થ હોવાથી તેણે આવું કર્યું હતું. જોકે, તે પૂછપરછમાં આવું કશું કર્યાનો ઇનકાર કરી રહ્યો છે.
3/4
કમલેશની વાત સાંભળી પરિણીતા ડઘાઇ ગયા હતા. જોકે, કમલેશે બૂમો પાડી મારે તમારી સાથે લગ્ન કરવા છે, તેમ કહેવા લાગ્યા હતો. ગભરાયેલા પરિણીતા ઘરમાં દોડી ગયા હતા અને પિતાને ફોન કરી જાણ કરી હતી. દરમિયાન પતિએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતાં પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી.
4/4
જમાલપુરમાં રહેતા 30 વર્ષીય પરિણીતા શનિવારે રાતે આઠ વાગ્યા આસપાસ ઘરની બહાર બારી પાસે ઊભા રહી પતિ સાથે ફોન પર વાત કરતાં હતાં. દરમિયાન આ જ વિસ્તામાં રહેતો કમલેશ વાઘેલા નામનો યુવક ત્યાં આવી ગયો હતો અને બૂમો પાડીને પરિણીતાને આઇ લવ યુ કહ્યું હતું. એટલું જ નહીં, તેનો નંબર પણ માંગ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું તમને પ્રેમ કરું છું, તમને મારે માટે થોડોય પ્રેમ નથી.