શોધખોળ કરો
ગુજરાત ATSનો ખુલાસો: PM મોદીને સ્નાઈપર રાઈફલથી મારવા માંગતો હતો ISનો સંદિગ્ધ
1/4

એટીએએસના એક અધિકારીએ કહ્યું, “કાસિમની ધરપકડના 21 દિવસ પહેલા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ જમૈકા ભાગવા માગતા હતા જેથી કટ્ટરપંથી મૌલવી શેખ અબ્દુલ્લા અલ ફૈસલની સાથે જેહાદી મિશનમાં જોડાઈ શકે. કાસિમે તેના માટે જમૈકામાં નોકરી માટે અરજી કરી હતી અને એક વર્ક પરિમટિ મેળવ્યું હતું.”
2/4

એટીએસ અધિકારીઓ અનુસાર આઈએસના કેટલાક સંદિગ્ધ આતંકી, જે હવે સાક્ષી બની ચુક્યા છે તેના હવાલાથી આ જણકારી આપવામાં આવી રહી છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે 10 સપ્ટેમ્બર 2016ના રોજ મિર્જાએ સંદેશ મોક્યો હતો, “પિસ્તલ ખરીદવી છે અને તે પછી હું તેનો સંપર્ક કરવા માગીશ” જોકે અહીં ‘તેનો’ શબ્દોના ઉપયોગ કોના માટે કરાયો તે અંગે સ્પષ્ટતા નથી કરાઈ.ચાર્જશીટ પ્રમાણે મિર્ઝાને રાત્રે 11ને 28 મિનિટે પોતાને ‘ફરારી’ ગણાવનારા શખસ પાસેથી મેસેજ મળ્યો, “ઠીક છે, મોદીને સ્નાઈપર રાઈફલથી મારીએ.”
3/4

ગુજરાત એટીએસએ આઈએસના સંદિગ્ધ આતંકી પાસેથી મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ જપ્ત કર્યાં છે તેનાથી ખબર પડી કે કથિત આતંકી મેસેજિંગ એપ દ્વારા મેસેજ કરતો હતો છે.વ્યવસાયે વકીલ મિર્ઝા અને લેબ ટેક્નિશિયન કાસિમ સ્તિમબેરવલાને ગુજરાત એટીએસે 25 ઓક્ટોબર 2017એ અંક્લેશ્વરથી અરેસ્ટ કર્યા હતા. આ બન્ને સુરતના રહેવાસી છે.
4/4

અમદાવાદ: ગુજરાત એટીએસ એ આંતકવાદી સંગઠન આઈએસ ના કથિત ઓપરેટિવ મામલામાં અંકલેશ્વરની કોર્ટમાં એક ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટમાં કથિત આતંકવાદીના નિવેદનમાં લખવામાં આવ્યું છે કે આઈએસનો સંદિગ્ધ ઓપરેટિંવ ઉબેદ મિર્ઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાઈપર રાઈફલથી હત્યા કરવા માંગતો હતો અને તેનો આ ઈરાદો એક મેસેજિંગ એપ પર જાહેર કર્યો હતો.
Published at : 10 May 2018 08:31 PM (IST)
View More
Advertisement





















