આ અંગેની વિગતો એવી છે કે, BRTS કોરિડોરમાં સેન્સરવાળા દરવાજા લગાવવામાં આવશે. સાથે જ બસમાં સેન્સર કીટ ફિટ કરવામાં આવશે, જેથી બસ દરવાજાની નજીક આવતા દરવાજો ખુલી જશે. આ અગાઉ પ્રયોગના ભાગરૂપે નહેરનગર વિસ્તારમાં L કોલોની પાસે દરવાજો લગાવવામાં આવ્યો હતો.
2/2
અમદાવાદઃ BRTS કોરિડોરમાં થતાં અકસ્માત અને ટ્રેકમાં ઘૂસી જતાં વાહનોને અટકાવવા માટે અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. છેલ્લા બે અકસ્માત પછી કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. આ વાતનો અમલ થતાં બીઆરટીએસ બસ સિવાય અન્ય કોઈ વાહનો કોરિડોરમાં ઘૂસી નહીં શકે.