નોંધનીય છે કે હાર્દિક પટેલની સુરક્ષામાં આઠ સુરક્ષા કર્મચારીઓ ફરજ બજાવે છે. ચૂંટણી અગાઉ હાર્દિકના જીવ પર ખતરો હોવાનું કહી તેને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. IBની સમીક્ષા મુજબ હાર્દિકનાં જીવ પર કોઇ પણ પ્રકારનું જોખમ નહીં હોવાથી ગૃહ વિભાગે હાર્દિકને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચવાના આદેશ આપ્યા છે.
2/4
3/4
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલને આપવામાં આવેલી વાય કેટેગરીની સુરક્ષા પાછી ખેંચવામાં આવી શકે છે. ગૃહ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, આઇબીની સમીક્ષા બાદ હાર્દિકને અપાયેલી વાય કેટેગરીની સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
4/4
પોતાની સુરક્ષા પાછી ખેંચવાના ગૃહ વિભાગના નિર્ણય પર હાર્દિક પટેલે શંકા વ્યક્ત કરી હતી. હાર્દિક પટેલે આ મામલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મારી હત્યાનો પ્લાન છે કે પછી મને જેલ મોકલવાની તૈયારી છે. કર્મ કરું છું ફળ સારુ હોય કે ખરાબ મારે જ ભોગવવાનું છે.