સંગઠનના મતે તેઓ આગામી દિવસોમાં ફિક્સ વેતનથી પીડાતા સરકારી કર્મચારી, દલિતો અને મુસ્લિમોને એક મંચ પર લાવી વાઇબ્રન્ટ ગુજરાતની પોલ ખોલીશું. સપ્ટેમ્બરમાં છેલ્લા સપ્તાહમાં રેલ રોકો આંદોલનના સમગ્ર કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવશે. જે માટે અમદાવાદના અસરવા, અમરાઇવાડી, સહિતના વિસ્તારોમાં જનસભા યોજવામાં આવશે.
2/3
પ્રેસ નોટ મારફતે સંગઠને જાહેરાત કરી હતી 13 સપ્ટેમ્બરના રોજ જનસભામાં ઉના દલિત અત્યાચાર સમિતિ સેંકડો દલિત પરિવારો પાસે ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચનને પોસ્ટકાર્ડ લખાવીશું. અને તેમને જણાવીશું કે “મોદીજી કે કહેને પર આપને ખૂશ્બુ ગુજરાત કી દેખી, હમ દલિતોને મૃત પશુઓ કે નિકાલ કા કામ છોડ દીયા હે તો અબ આપ કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં ઓર દેખીયે બદબુ ગજરાત કી"
3/3
અમદાવાદઃ ઉના દલિત અત્યાચાર લડત સમિતિ દ્ધારા દલિત આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરાઇ છે. સંગઠને ગુજરાત સરકારની આંખ ખોલવા માટે રેલ રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.