વિસર્જન અગાઉ અસ્થિ કળશની યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સહિતના નેતાઓ અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. અટલજી અમર રહોના નારા સાથે હજારો લોકો અસ્થિ કળશ યાત્રામાં જોડાયા હતા. રણછોડરાયજી મંદિરના મહંત દિલપદાસજી પણ હાજર રહ્યા હતા. આ અગાઉ એરપોર્ટથી ખાડીયા ગોલવાડ ખાતે કળશ લાવવામાં આવ્યો હતો.
4/4
અમદાવાદઃ ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિઓનું અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદના એલિસબ્રિજ ખાતે રિવરફ્રન્ટ પર અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. જે ઘાટ પર અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું તેને અટલ ઘાટ નામ આપવામાં આવ્યું હતુ.