શોધખોળ કરો
'ધારાસભ્ય વેચાય પણ સમાજ-લોકોથી બનેલો તમારો હાર્દિક કદી નહીં વેચાય', હાર્દિકે કોના પર કર્યો આ કટાક્ષ ?
1/4

ગઈ કાલે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે પાટીદાર અનામત આંદોલન મુદ્દે ચાર મુદ્દાઓનું આવેદનપત્ર બહુ પહેલાં રાજ્ય સરકારને સુપરત કરેલું છે. સરકાર જ્યારે પણ ચર્ચા માટે બોલાવશે અને અમારા મૂદ્દાઓ પર અમલ કરવાની ખાતરી આપશે તો અમે ચોક્કસપણે પાટીદાર સમાજના ભલા માટે સમાધાન વિશે વિચારીશું.
2/4

તેમણે કહ્યું કે, કોઈ પણ જાય એટલું જ કહીશ કે અનામત લઇને આવજો. હું જનતાનો માણસ છું. ટેબલ પર બેસીને ફક્ત વાતો કરવી મને નથી ગમતી. સમાજ અને લોકો માટે લડી રહ્યો છું. સમાજ અને લોકોના ભોગે ગદ્દારી મને ના આવડે. અનામત જોઈએ છે. સન્માન સાથે ન્યાય જોઈએ છે. અભિમાન હતું વ્યક્તિત્વનું, એ અભિમાન જોઈએ છે.
Published at : 08 Aug 2017 10:13 AM (IST)
View More





















