શોધખોળ કરો

રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા

Ahmedabad rickshaw fare hike: ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનર સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય; CNGના સતત વધતા ભાવને કારણે 3 વર્ષ બાદ રિક્ષાચાલકોને મળી ભાડું વધારવાની મંજૂરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ રિક્ષા ભાડું વધ્યું, CNG ભાવ વધારો મુખ્ય કારણ.
  • લઘુત્તમ 1.2 કિમી ભાડું ₹25, પ્રતિ કિલોમીટર ₹20 નક્કી થયું.
  • ત્રણ વર્ષ પછી રિક્ષા યુનિયનોની માંગણી બાદ નિર્ણય લેવાયો.

Ahmedabad rickshaw fare hike: છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે આખરે રિક્ષાચાલકોને મોટી રાહત મળી છે. લાંબા સમયની માંગણી બાદ, અમદાવાદના વિવિધ રિક્ષા ચાલક યુનિયનો અને ટ્રાન્સપોર્ટ કમિશનર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રિક્ષાના ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નિર્ણય લેવાયો છે. નવા દર મુજબ, હવે મુસાફરોએ 1.2 કિલોમીટરના મિનિમમ ભાડા પેટે 20 રૂપિયાની જગ્યાએ 25 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ત્યારબાદ પ્રતિ કિલોમીટરનો ચાર્જ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યો છે. અંદાજે 3 વર્ષ પછી આ ભાડાવધારો મંજૂર કરવામાં આવ્યો છે.

CNG મોંઘુ થતાં રિક્ષાચાલકો હતા પરેશાન

પેટ્રોલ અને ડીઝલની જેમ જ છેલ્લા કેટલાક મહિનાઓથી CNGના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. છેલ્લા બે મહિનામાં જ CNGના ભાવમાં 6 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના લીધે ભાવ 88 રૂપિયાને પાર કરી ગયા છે. છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષાના ભાડામાં કોઈ વધારો ન થયો હોવાથી રિક્ષાચાલકોની મુશ્કેલીમાં ખૂબ વધારો થયો હતો.

યુનિયને જાતે જ આપી દીધી હતી ભાડું વધારવાની છૂટ

તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં, આખરે કંટાળીને રિક્ષા ચાલક એકતા યુનિયને ડ્રાઈવરોને પોતાની રીતે વધારાનું ભાડું વસૂલવાની છૂટ આપી દીધી હતી. યુનિયને સરકાર સમક્ષ માંગ કરી હતી કે પ્રતિ કિલોમીટર ભાડું 20 રૂપિયા અને મિનિમમ ભાડું સીધું 50 રૂપિયા કરવામાં આવે.

આ પણ વાંચોઃ સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો

બેઠકમાં નીકળ્યો વચગાળાનો રસ્તો

આ મામલે તારીખ 22/06/2026 ના રોજ બપોરે 2:30 કલાકે ગાંધીનગર ખાતે ડૉ. જીવરાજ મહેતા ભવનમાં ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ RTO અધિકારીઓ, રિક્ષા ચાલક વેલફેર એસોસિયેશનના પ્રમુખ રાજ શિર્કે, અમદાવાદ ઓટો ચાલક યુનિયનના પ્રમુખ વિજય મકવાણા અને સ્માર્ટ સિટી ડ્રાઇવર યુનિયનના પ્રમુખ પંકજ સોની હાજર રહ્યા હતા.

એક માંગ સ્વીકારાઈ, એક નકારી

આ બેઠકમાં સર્વસંમતિથી વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો હતો અને યુનિયનની બે મુખ્ય માંગણીઓમાંથી એક જ માંગણી સ્વીકારવામાં આવી છે:

પ્રતિ કિલોમીટર ભાડું: 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવાની મંજૂરી અપાઈ છે.

મિનિમમ ભાડું: યુનિયનની 50 રૂપિયા કરવાની માંગ સ્વીકારાઈ નથી, પરંતુ 1.2 કિમી માટેના જૂના 20 રૂપિયાના ભાડામાં 5 રૂપિયાનો વધારો કરીને તેને 25 રૂપિયા નક્કી કરાયું છે.

આ પણ વાંચોઃ પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો

નવા ભાડા અમલમાં આવતાં હવે મુસાફરોને રિક્ષાની મુસાફરી માટે ખિસ્સા થોડા વધુ હળવા કરવા પડશે.

Frequently Asked Questions

અમદાવાદમાં રિક્ષાના નવા ભાડા શું છે?

1.2 કિલોમીટર માટેનું મિનિમમ ભાડું ₹20 થી વધારીને ₹25 કરવામાં આવ્યું છે. ત્યારબાદ, પ્રતિ કિલોમીટરનો ચાર્જ ₹15 થી વધારીને ₹20 કરાયો છે.

રિક્ષાના ભાડામાં વધારો થવાનું મુખ્ય કારણ શું છે?

CNGના ભાવમાં સતત વધારો થવાને કારણે રિક્ષાચાલકોને પડી રહેલી મુશ્કેલીઓ અને છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં કોઈ વધારો ન થવાને કારણે આ નિર્ણય લેવાયો છે.

આ ભાડા વધારાનો નિર્ણય ક્યારે અને કોણે લીધો?

આ નિર્ણય 22/06/2026 ના રોજ ગાંધીનગરમાં રિક્ષા ચાલક યુનિયનો અને ટ્રાન્સપોર્ટ કમિશનર વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો.

છેલ્લો ભાડાવધારો ક્યારે થયો હતો?

રિક્ષાના ભાડામાં આશરે 3 વર્ષ પછી આ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં કોઈ વધારો થયો ન હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget