અમદાવાદ: બે દિવસની સારવાર લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલ ફરીવાર ઉપવાસ છાવણીમાં પહોંચ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી કહ્યું, અમદાવાદના DCP રાઠોડ કહે છે કે તને મારી નાખીશ, હવે જીવતા રાખવાનુ અને મારી નાખવાનું કામ પણ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીઓને આપી રાખ્યું છે શું? ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે બળપ્રયોગ કર્યો અને તેમના કેમેરા તોડવાનો પ્રયાસ થયો. મીડિયા સાથે જે થયું તે ખોટુ થયું છે.
2/3
હાર્દિક ઉપવાસ છાવણી પહોંચે તે અગાઉ મોટો ડોમ બાંધવામાં આવ્યો છે. હાર્દિકને સમગ્ર રાજ્યમાંથી મળી રહેલા પ્રચંડ સમર્થનને કારણે પોલીસ અધિકારીઓ અને સરકારના પગ નીચેથી જમીન સરકી હોય તેમ લાગી રહ્યુ છે. પોલીસ કોના ઇશારે દાદાગીરી કરી રહી છે તેવા સવાલો ઉઠવા લાગ્યા છે.
3/3
પાટીદાર નેતા હાર્દિક પટેલની ઉપવાસ છાવણીનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી મીડિયાકર્મીઓ સાથે પોલીસે દાદાગીરી કરી હતી. ઘણા પત્રકારોના કેમેરા છીનવી લેવાનો પણ પોલીસે પ્રયાસ કર્યો હતો. મીડિયા કર્મીઓએ વિરોધ કરતા પોલીસે ધમકી આપી હતી કે જે દિવસે હાથે ચડશો તે દિવસે બતાવીશું.