હાર્દિકે નિખિલે રાજીનામું આપતાં જણાવ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ સમાજને ન્યાય આપવા માટે ચાલતું સામાજિક સંગઠન છે નહીં કે સત્તામાં રહેલી રાજનૈતિક પાર્ટી. ઈચ્છા પડે ત્યારે રાજીનામુ આપે અને ઈચ્છા પડે ત્યારે પાસ કન્વીનર લખાઈ નાખે. પોતાના અંગત સ્વાર્થ પૂરા કરવા માટે ઈચ્છા પડે તે નિવેદન આપીને સમાજને નુકશાન કરવામાં આવી રહ્યું છે. આગળ વાંચોઃ પોતાના પર લાગેલા આરોપોનો શું આપ્યો જવાબ?
2/4
હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, હું હારવાનો કે બદનામીથી ખસી જવાનો નથી. જેનાથી જે ખોટું થાય એ કરી લેજો. આટલી મોટી સરકાર સામે લડવામાં કોઈ ચિંતા નથી, જેટલી આપણા જ વિરોધીથી ચિંતા છે.
3/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર નિખિલ સવાણીએ પાસમાંથી રાજીનામું આપી દેતાં પાટીદારોમાં ખળભળાટ મચી ગયો છે. નિખિલ સવાણીએ હાર્દિક પટેલ પર અનેક પ્રહારો કર્યા છે અને આંદોલન અંગે પોતે કોઈની સાથે વાતચીત કર્યા વગર નિર્ણય લેતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત પાસ રાજકીય દિશા તરફ જતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. બીજી તરફ આ સમાચાર મળતાં જ હાર્દિક પટેલે નિખિલને વળતો જવાબ આપ્યો છે. આગળ વાંચોઃ હાર્દિકે નિખિલને શું આપ્યો જવાબ?
4/4
પોતાના પર લાગેલા આરોપનો હાર્દિકે જવાબ આપતાં જણાવ્યું હતું કે, મારા પર કરવામાં આવતા તમામ આરોપો સાબિત કરો, પછી પોતે સાચા છો એવું કહેજો. તાકાત હોય એટલા આરોપો મુકજો. તાકાત હોય એટલો માનસિક ત્રાસ આપજો. આંદોલન ભાજપ સરકાર સામે ચાલુ જ રહેશે. જ્યાં સુધી હક નહિ મળે.