શોધખોળ કરો
ગુજરાત ભાજપના ક્યા ધારાસભ્ય સામે હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો ? જાણો શું કેસ ?
1/4

અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય જેઠા ભરવા વિરુદ્ધ પોલીસ તપાસ કરવાના ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યા છે. મળતી વિગતો અનુસાર, આફ્રિકામાં રહેતા જશુભાઇ સોનીની મિલકત પર ભાડુ વસુલતા પુષ્પાબહેન સરગરા નામની મહિલાએ કરેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. ગાંધીનગરમાં રહેતા પુષ્પાબહેન સરગરા આફ્રિકામાં રહેતા જશુભાઇ સોનીની મિલકત પર પાવર ઓફ એટર્ની ધરાવે છે. જેથી તેઓ જશુભાઇ સોનીની મિલકતનું ભાડુ વસૂલવાની જવાબદારી નિભાવે છે.
2/4

પુષ્પાબહેને અરજીમાં રજૂઆત કરી હતી કે જશુભાઇ સોનીની મિલકત પર ભાડુ વસૂલવા પર મને જેઠા ભરવાડ અને તેમના સમર્થકો દ્ધારા ધમકી આપવામાં આવી રહી છે. જેઠા ભરવાડ મને તે ભાડુ નહી વસૂલવા ધમકી આપી રહ્યા છે. તે સિવાય તેમની પાસે ખંડણી પણ માંગવામા આવે છે
Published at : 10 May 2018 10:49 AM (IST)
View More





















