શોધખોળ કરો
ધોરાજીઃ 14 વર્ષની સગીરાને પિતાના 47 વર્ષના મિત્રે બળાત્કાર કરી બનાવી સગર્ભા, હાઈકોર્ટે ના આપી ગર્ભપાતની મંજૂરી

1/3

અમદાવાદઃ ધોરાજીની બળાત્કારનો ભોગ બનેલી 14 વર્ષની સગીરાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાત કરવાથી તેના જીવને જોખમ હોવાથી ગર્ભપાતની મંજૂરી ના આપતાં તેની હાલત કફોડી થઈ ગઈ છે. સગીરાના પેટમાં 26 સપ્તાહનો ગર્ભ છે.
2/3

હાઈકોર્ટ હવે પછીની સુનાવણીમાં છોકરી બાળકને જન્મ આપે ત્યાં સુધી તેનો ખર્ચ ઉઠાવવાનો અને તેને વળતર પણ આપવાનો આદેશ આપી શકે છે. જો કે છોકરીનાં માતા-પિતા સંતાનને સ્વીકારવા તૈયાર નથી. છોકરીનાં માતા-પિતા ખેતમજૂર છે. તેના પિતાના 47 વર્ષના મિત્ર તથા પાડોશી એવા ભવાન છગનભાઈ શેખે તેને પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર કરતાં તે સગર્ભા બની હતી. ભવાન હાલમાં જેલમાં છે.
3/3

હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો અભિપ્રાય માગ્યો હતો. ડોક્ટરોનો અભિપ્રાય હતો કે છોકરીની ઉંમર નાની છે અને ગર્ભ 26 સપ્તાહનો છે તેથી ગર્ભપાત કરાવવાથી છોકરી તથા સંતાન બંનેના જીવને જોખમ થઈ શકે છે.
Published at : 13 Sep 2016 10:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
દેશ
Advertisement
