અમદાવાદઃ શહેરના હાઈલી એજ્યુકેટેડ દંપતીનો એક કેસ હાઈકોર્ટમાં આવ્યો છે. ડોક્ટર પિતા અને વકીલ માતા બેમાંથી એક પણ 11 મહિનાની માસૂમ દીકરીને રાખવાનો ઇનકાર કરી દેતા આ અંગે કોર્ટે ટકોર કરી હતી. કોર્ટે ટકોર કરી હતી કે જેની પાસે મા નથી, તેવા બાળકોને પૂછો કે મા શું કહેવાય? વકીલ માતાએ તો બાળકીનું મોઢું જોવાનો પણ ઇનકાર કરી દીધો હતો અને અન્ય લગ્નમાં દીકરી મુશ્કેલીરૂપ બની શકે, તેમ હોવાથી બાળકીને રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
2/5
આ કેસમાં ગઈ કાલે સુનાવણી દરમિયાન 11 માસની નિર્દોષ દીકરીનો મામલો હાઈકોર્ટમાં ઉપસ્થિત થયો હતો. પિતા દીકરી ન ઇચ્છતો નહોતો. બીજી તરફ કોર્ટમાં કેસની સુનાવણીમાં માતાએ પણ બીજા લગ્નમાં દીકરી અડચણ બની શકે છે, તેથી તેણે પણ દીકરીને રાખવાનો ઇનકાર કરી દીધો હતો. જસ્ટિસ સોનિયાબેન ગોકાણી દ્વારા માતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ટકોર પણ કરી હતી કે, 11 માસની બાળકી માતા વગર કેવી રીતે જીવી શકશે? માતાની કિંમત શું હોય છે તમને ખબર છે. આઠ વર્ષ સુધી તો બાળક માતાની જોડે જ રહેવું જોઇએ.
3/5
આ કેસની વિગતો એવી છે કે, 2013માં ડોક્ટર યુવક અને વકીલ યુવતીના લગ્ન થયા હતા. આ લગ્નસંબંધ દરમિયાન તેમને દીકરીનો જન્મ થયો હતો. જોકે, ડોક્ટર પતિને સંતાનમાં દીકરો જ જોઇતો હતો. પરંતુ દીકરીનો જન્મ થતાં નાખૂશ પતિએ મા-દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ પછી ડોક્ટર પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી.
4/5
બીજી તરફ માતાએ દીકરીને રાખવાનો ઇનકાર કરી તેની કસ્ટડી પતિને સોંપી દેવાનું વલણ અપનાવ્યું હતું. ત્યારે કોર્ટે માતાને નિયમિત સમયે દીકરીને મળતા રહેવાનું સૂચન કર્યું હતું. જોકે, માતાએ દીકરીનું મોઢું જોવાનો પણ ઇનકાર કરી દીધો હતો. અંતે પિતાએ દીકરીની કસ્ટડી લેવાની તૈયારી દર્શાવી હતી. જેથી કોર્ટે તેઓ દીકરીને કઈ રીતે રાખશે, તેવો પ્રશ્ન કર્યો હતો. પિતાએ જણાવ્યું હતું કે, તેના ઘરમાં માતા અન્ય સભ્યો છે, જે બધા મળીને દીકરીની સંભાળ રાખશે. પિતાના જવાબ પછી હાઈકોર્ટે તેમની સામે થયેલી પોલીસ ફરિયાદ રદબાતલ ઠેરવી હતી.
5/5
બીજી તરફ વકીલ પત્નીએ ખાધાખોરાકી માટે અરજી કરી હતી અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં 498(ક) મુજબની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પછી પતિએ સમાધાનની તૈયારી દર્શાવતા ચાર દિવસ પહેલાં ફએમિલી કોર્ટમાં સમાધાન કરાયું હતું. સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ રદ કરાવવા માટે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.