શોધખોળ કરો
અમદાવાદમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટના મકાનનું ગેરકાયદે બાંધકામ કેમ તોડી પડાયું, જાણો વિગત
1/5

ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામ તોડી નાંખવા આદેશ આપ્યો હતો. જેની સામે સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે દખલગીરી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતાં સંજીવ ભટ્ટનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા તત્કાળ અમલ કર્યો હતો.
2/5

સંજીવ ભટ્ટે કરેલા ગેરકાયદે બાંધકામને કારણે બાજુમાં રહેતા પ્રવીણચંદ્ર ચંદુલાલ પટેલનું મકાન ઢંકાઈ જતું હતું અને હવા-ઉજાસ બંધ થવાના કારણે પ્રવીણચંદ્ર પટેલે ફરિયાદ પણ કરી હતી. જેના પગલે મ્યુનિ. દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ ફટકરાઈ હતી અને તેમ છતાં સંજીવ ભટ્ટે ધરાર બાંધકામ દૂર નહીં કરીને તે સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
Published at : 31 Jul 2018 09:50 AM (IST)
View More





















