જતીન પારુલની બાજુમાં જ રહેતો હોવાથી 'જો હું બારીમાં આવી છું', 'મેં આ કલરના કપડાં પહેરેલા છે', 'હું આ કામે દુકાને આવી છું', એવા મેસેજ કરીને ફેસબુક આઈડી સાચુ જ હોવાનું પ્રસ્થાપિત કરતો અને અશ્લિલ ચેટિંગ કરીને પારુલને બદનામ કરતો હતો. જેને પગલે સાઈબર ક્રાઈમે આઈટી એક્ટ હેઠળ જતીન પરમારની ધરપકડ કરીને દાણીમીલડા પોલસને સોંપ્યો છે.
2/5
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે જતીન પારુલના એક તરફી પ્રેમમાં પાગલ હતો. તે ડમી એકાઉન્ટ બનાવીને ચેક કરવા માગતો હતો કે, અન્ય લોકો સાથે તેના સંબંધો છે કે નહીં. આ ફેસબૂક એકાઉન્ટ બંધ થઈ ગયું હોવાથી પોલીસને આરોપીને શોધવામાં થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ અંતે તેમણે આરોપીને ઝડપી પાડ્યો છે. અત્યારે આરોપી જતીન પરમારને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.
3/5
અમદાવાદઃ આજે મેં લાલ સાડી પહેરી છે. હું અત્યારે ગેલેરીમાં ઊભી છું, જો હું બારીમાં આવી છું. મેં આ કલરના કપડા પહેરેલા છે, હું અત્યારે દુકાને કામથી આવી છું.. વગેરે વગેરે મેસેજ વારંવાર એક યુવતીના ફેસબૂક એકાઉન્ટમાં જોવાં મળતાં હતાં. એટલું જ નહીં, આ યુવતી તેના પાડોશીઓ સાથે ચેટમાં અશ્લીલ વાતો પણ કરતી હતી. આ અંગે યુવતીના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે વાંચીને તમે પણ હચમચી જશો.
4/5
વાત જાણે એવી છે કે, બહેરામપુરા વિસ્તારમાં પારુલ(નામ બદલ્યું છે) તેના પતિ સાથે રહે છે. તેની પાડોશમાં જતીન પરમાર રહે છે. જતીન ખાનગી કંપનીમાં ડીટીપી ઓપરેટર તરીકે કામ કરે છે. આ જતીન પારુલ પ્રત્યે એકતરફી પ્રેમમાં પાગલ હતો. તેણે થોડા સમય પહેલાં પારુલના પતિના ફેસબૂક એકાઉન્ટમાંથી પારુલના ફોટા ડાઉનલોડ કરી લીધા હતા અને આ પછી પારુલના નામે ડમી ફેસબૂક એકાઉન્ટ બનાવ્યું હતું અને પછી તેણે પારુલના જ પાડાશમાં રહેતા યુવકો સાથે ચેટમાં અશ્લીલ વાતો કરવાની શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તે ફેસબૂક એકાઉન્ટ રિયાલિસ્ટીક લાગે, એટલા માટે કપડા અને પળે પળની અપડેટ મૂકતો રહેતો હતો.
5/5
લગભગ ચાર મહિના પહેલા પારુલના પતિએ પત્નીના નામનું આ ફેક આઇડી જોયું હતું. આ અંગે પગલે તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. સાઈબર ક્રાઈમ ટેક્નોલોજીની મદદથી ઉંડાણપૂર્વક તપાસ કરતા આઈડી એક ખાનગી કંપનીમાંથી બનેલું હોવાનું અને ચોક્કસ જગ્યાએ વપરાતું હોવાનું સામે આવ્યું હતું. જોકે, તપાસમાં તમામ હકીકતો ખુલ્લીને સામે આવી ગઈ. એક નવી મોડસ ઓપરેન્ડી સાથે આરોપીએ ગુનો આચર્યો હતો અને પોતાની ઓળખ છુપાવવા પૂરો પ્રયત્ન કર્યો હતો, પાણ આખરે આરોપી સુધી સાયબર ક્રાઇમ પહોંચી જ ગઈ અને તમામ હકીકત ખુલે ને સામે આવી ગઈ.