આરોપી જયેશે પેપરના કેટલાંક પાના વોટ્સએપ કર્યાં હતા જેના જવાબ પણ સામેવાળી વ્યક્તિ તેને લખીને મોકલ્યા હતા. જયેશે પેપર તેના ભાઈને વોટ્સએપ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
2/4
સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એચ.ગઢવીએ જણાવ્યું હતું કે, બે જ પાનાં વોટ્સએપ કર્યાં હતાં. જોકે તેને કોને આ પેપર મોકલ્યું તે ડીલીટ મારી દીધું છે. હાલ મોબાઈલ કબ્જે લેવામાં આવ્યો છે. પોલીસ હાલ આ પેપર અન્ય કોઈ ઉમેદવારને મોકલાયું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
3/4
મહેસાણાના રહેવાસી જયેશ ચૌધરી નામના યુવાનનો સોલા બ્રિજ પાસે આવેલી યુટોપિયા સ્કૂલમાં લોક રક્ષક દળની પરીક્ષાનો નંબર આવ્યો હતો. જયેશે પેપરના જવાબ મંગાવવા માટે તેના જેકેટમાં મોબાઈલ છુપાવી દીધો હતો અને અંદર લઈ ગયો હતો.
4/4
અમદાવાદ: ગુજરાતમાં રવિવારે લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદમાં સોલા બ્રિજ પાસે આવેલી યુટોપિયા સ્કૂલમાં ચાલુ પરીક્ષામાં પેપરના ફોટો પાડી જવાબ મંગાવતા ઉમેદવારની સોલા પોલીસે ધરપકડ કરી છે. કડક સુરક્ષા વચ્ચે ઉમેદવાર ક્લાસરૂમમાં મોબાઈલ લઈ પહોંચી ગયો હતો અને પરીક્ષાનું પેપર હાથમાં આવતાં જ તેણે ફોટો પાડી વોટ્સએપ કરી દીધાં હતાં. જોકે હાજરી પુરવા આવેલ કર્મચારીએ તેને ઝડપી પાડ્યો હતો.