પોરબંદર બેઠક પરથી પાટીદાર મહિલા ઉમેદવારને ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત ઉંઝા બેઠક પરથી પણ એનસીપી લોકસભા ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
2/3
એનસીપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસ ગઠબંધન નહીં કરે તો પણ અમે ચૂંટણી લડીશું. મારી અને તાજેતરમાં જ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાની પણ ચૂંટણી લડવા અંગેની વાતચીત ચાલી રહી છે.
3/3
અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પણ રાજકીય ગતિવિધિ તેજ થઈ રહી છે. ગુજરાત એનસીપીના અધ્યક્ષ જયંત બોસ્કીએ જણાવ્યું કે, પંચમહાલ, મહેસાણા અને પોરબંદર બેઠક પર એનસીપી ચૂંટણી લડશે.