તમામ મુખ્યમંત્રીઓ સાથે લંબાણપૂર્વકની ચર્ચા-વિચારણા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ માર્ગદર્શન આપશે. તેમજ વધુ ને વધુ બેઠકો જીતવા માટેની વ્યૂહરચના પણ સમજાવશે.
2/4
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી વિવિધ ફ્લેગશીપ યોજનાઓનો કેટલો અમલ થયો, કેટલો બાકી છે, તેના કારણો ક્યા છે, નાગરિકોનો કઈ યોજના માટે કેવો પ્રતિભાવ છે વગેરેની પણ ચર્ચા-વિચારણા થશે. 2014ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને તમામ 26 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે સ્થિતિ બદલાયેલી જોવા મળી રહી છે.
3/4
આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ હાજર રહેશે. ભાજપનાં મુખ્યમંત્રીઓની આ બેઠકમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજ્યોની છેલ્લામાં છેલ્લી રાજકીય અને સામાજીક સ્થિતિની વિગતો મેળવશે. જો કોઈ રાજ્યોનાં કેન્દ્રમાં ઈશ્યુઓ પડતર હોય અન્ય કોઈ સમસ્યા હોય તો તેની જાણકારી લેવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ પાસેથી ચૂંટણી જીતવા માટેનાં સૂચનો પણ લેવામાં આવશે.
4/4
અમદાવાદ: 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી આડે હવે માંડ 8 મહિના જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીની વહેલી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને પગલે ભાજપે પણ દેશના ભાજપ શાસિત રાજ્યોનાં તમામ મુખ્યમંત્રીઓની એક ખૂબ જ મહત્વની બેઠક મંગળવારે બોલાવી છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવી દિલ્હી પહોંચી ગયા છે.