અમદાવાદ: અમદાવાદમાં PSIના આપઘાત કેસમાં અંતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયા બાદ PSIના મૃતદેહનો સ્વીકાર કરી આવતીકાલે શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક PSI દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારના સભ્ય રાજેન્દ્રસિંહે જણાવ્યું કે સમગ્ર કેસમાં મૃતકના પિતા સતેન્દ્ર વાઘેલાને ફરિયાદી બનાવવામાં આવ્યા છે. અમે તપાસમાં પૂરતો સહયોગ આપીશું. ફરિયાદ નોંધવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. આવતીકાલે સવારે મૃતકની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવશે.
2/3
પરિવારજનોના નિવેદન બાદ ACP બી વી ગોહીલે પત્રકારો સાથે વાતચિતમાં જણાવ્યું કે આ કેસમાં 306, અને 377 મુજબ હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ દાખલ થતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાની બાંહેધરી આપી છે. હાલ અમે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલા તમામ આરોપો પર તપાસ કરવામાં આવશે. આ કેસમાં પરિવાજનોની ફરિયાદ પ્રમાણે આરોપી તરીકે કરાઇના DySP પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
3/3
આ સાથે જ તેમણે જણાવ્યું કે ફરિયાદમાં ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં મૃતકના પત્ની ડિમ્પલે લગાવેલા સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય સહિતના આરોપો ઉમેરવા તથા સુસાઇડ નોટમાં મરતાં પહેલા જે લખ્યું છે તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે તેઓએ જણાવ્યું કે અમારા જે આક્ષેપો હતા તે પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે.