શોધખોળ કરો
અમદાવાદમાં ધમધમતા સ્પામાં પડી રેડઃ 31 યુવતી પકડાઇ, દેહવ્યાપારની આશંકા
1/3

અમદાવાદઃ આજે અમદાવાદ પોલીસે શહેરમાં ધમધમતાં સ્પા પર તવાઇ બોલાવી હતી. શહેરના મણિગનર વિસ્તારમાં આવેલા 13 સ્પા સેન્ટરો અને બ્યુટીપાર્લરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડો દરમિયાન પોલીસે 31 યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્પા અને પાર્લરમાં દેહવ્યાપાર ચાલતો હોવાની ફરિયાદને પગલે પોલીસે આજે સ્પા સેન્ટરોમાં સપાટો બોલાવ્યો હતો. પોલીસે સ્પા સેન્ટરના માલિકો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.
2/3

પોલીસે આજે મણિગનરમાં આવેલા ચક્રહીલીંગ મસાજ પાર્લર, જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલા કુપર સ્પા, લેમન સ્પા, ન્યુ ખુશી સ્પા, લોટસ સ્પા, ઓસીની સ્પા, ઓર્ગેનિક સ્પા, ખુશી સ્પા, ગંગા સ્પા, મેઝીક લુક સ્પા, થાઈ ઇમ્પિરિયલ સ્પા, હવાના હેલ્થ સ્પા, લકી બ્યુટી પાર્લર પર પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન 31 યુવતીઓ અને સાત સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી.
Published at : 15 Oct 2016 02:49 PM (IST)
View More





















