અમદાવાદઃ જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવે છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની કવાયત તેજ કરતાં રાજ્યમાં જૂદી જૂદી સાત મહત્વની કમિટીઓની જાહેરાત કરી છે. આ કમિટીઓમાં કોંગ્રેસના ટોચના નેતાઓને સ્થાન અપાયું છે.
2/2
મીડિયા કોર્ડિનેશન કમિટીના ચેરમેન તરીકે નરેશ રાવલની ની નામની જાહેરાત કરવામાં આવી છે. કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિકના નામની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ 15 નેતાઓના નામની નિમણૂંક કરવામાં આવી છે.