પતિના કરતૂતોથી પરેશાન મહિલા વ્યભિચારની ફરિયાદ નોંધાવવા તૈયાર માગતી હતી પણ પોલીસે બન્નેને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. આ મામલે હોટલે એવો દાવો કર્યો હતો કે, હોટેલમાં કંઈ બન્યું નથી. ત્યાર બાદ મેનેજરે પોલીસે રૂમમાં પુછપરછ કરી રહી હોવાનું કહ્યું હતું.
2/7
અંદાજે દોઢ લાખનો પગાર ધરાવતા અને રંગીન મિજાજ ધરાવતા 36 વર્ષના આ યુવકને પત્ની સાથે મન-દુખ હતું. તેથી પત્ની તેના બે બાળકો સાથે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી પણ પતિના મિજાજથી વાકેફ પત્ની તેની પર નજર રાખી રહી હતી. પત્નીએ પતિનો પીછો કરીને અંતે હોટેલમાં યુવતી સાથે ઝડપી લીધો હતો.
3/7
યુવતી સાથે પતિને જોઈને ગુસ્સામાં પત્ની ભારે ગુસ્સામાં હતી. તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ હોટલ પર આવી પહોંચી હતી. બાદમાં પતિ પત્નીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ યુવક એસ.જી.હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
4/7
રાણીપથી આવેલો યુવક બિઝનેસમેનના રૂમમાં યુવતી સાથે રંગરેલિયાં મનાવી રહ્યો હતો ત્યાં જ આ યુવકની પત્ની બપોરે હોટેલ પર આવી પહોંચી હતી. તે સીધી રૂમમાં ગઈ હતી અને પતિને યુવતી સાથે વાંધાજનક સ્થિતીમાં જોઈને ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે હોટેલની બહાર પણ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
5/7
આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં સુરધારા સર્કલ નજીક આવેલી જાણીતી હોટેલમાં 28 જુલાઈના રોજ દિલ્હીથી આવેલો 36 વર્ષનો બિઝનેસમેન રોકાયો હતો. 29 જુલાઈના રોજ સવારે રાણીપમાં રહેતો એક યુવક એક હોટ યુવતીને લઈને આ હોટેલમાં આવ્યો હતો. તે યુવતીને લઈને દિલ્હીના બિઝનેસમેનના રૂમમાં ગયો હતો.
6/7
હોટલે એવી માહિતી પણ આપી હતી કે, દિલ્હીના બિઝનેસમેને પોતાના નામે એક રૂમ બુક કરાવ્યો હતો. બીજા દિવસે સવારે આ બિઝનેસમેનના ઓળખીતા યુવક અને યુવતી હોટેલમાં તેમને મળવા આવ્યા હોવાનું જણાવ્યું હતું પણ કોઈ હંગામો થયો હોવાનું નકાર્યું હતું.
7/7
અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક રસપ્રદ ઘટનામાં એક યુવા ઉદ્યોગપતિનો અમદાવાદનો મિત્ર એક યુવતી સાથે હોટલમાં રંગરેલિયાં મનાવી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ આવી પહોંચી હતી. પત્નિએ હોટલમાં ભારે હંગામો મચાવીને વસ્ત્રાપુર પોલીસને બોલાવીને ફરિયાદ કરી પણ પોલીસે બંનેને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.