એવો પણ સિદ્ધાંત છે કે જો ડોક્ટર પણ કહે કે બળાત્કારના ચિન્હો નથી તો પણ બળાત્કાર પીડિતાને ખોટી માનવાનું કારણ નથી. ટ્રાયલ દરમિયાન પીડિતાનું નિવેદન માત્ર જ આરોપ સાબિત કરવા પૂરતું હોય છે.
2/4
બળાત્કાર પીડિતા તરફે થયેલી પીટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, સ્ત્રી માત્ર બળાત્કાર થયાનું કહે ત્યારે તેને ન્યાય મળે તે દિશામાં જોવું જોઇએ. આ કિસ્સામાં યુવતીએ કરેલા બળાત્કારના આક્ષેપોને ચોક્કસ પ્રકારના ચશ્માં પહેરીને જોવામાં આવી રહ્યા છે. તેના પર શંકા-કુશંકા કેમ કરાય છે તે જ સમજાતું નથી.
3/4
પોલીસ આરોપીઓની તત્કાલ ધરપકડ કરે તેવી માંગણી કરવામાં આવી છે. પોલીસ શંકા-કુશંકાના ચશ્માં પહેરીને તપાસ કરી રહી છે જે અયોગ્ય હોવાની રજૂઆત કરવામાં આવી છે.
4/4
અમદાવાદ: સેટેલાઇટમાં ગેંગરેપ મામલે પોલીસે હજુ સુધી એક પણ આરોપીઓની ધરપકડ ન કરતાં પીડિતા મારફતે હાઈકોર્ટમાં ફરી પીટિશન કરવામાં આવી છે. જે કેસમાં હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે. પીડિતાએ આ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે.